Maharashtra: જાલનામાં સ્કૂલ-કૉલેજ અને સાપ્તાહિક બજાર 31 માર્ચ સુધી બંધ

24 February, 2021 11:33 AM IST  |  Maharashtra | Gujarati Mid-day Online Correspondent

Maharashtra: જાલનામાં સ્કૂલ-કૉલેજ અને સાપ્તાહિક બજાર 31 માર્ચ સુધી બંધ

પ્રતીકાત્મક તસવીર

કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને જાલના જિલ્લા કલેક્ટરે જિલ્લાની સ્કૂલ, કૉલેજ, કોચિંગ ક્લાસિસ અને સાપ્તાહિક બજારોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ જાલના એસપી વી. દેશમુખે તમામ શાકભાજી, ફળ, અખબાર વિક્રેતાઓને રેપિડ એન્જિન ટેસ્ટ સમયસર કરવાનો આદેશ આપ્યો છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા કોરોના દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. રાજ્યના અમરાવતી નગર નિગમ અને અચલપુર મ્યુનિસિપલ પરિષદની હદમાં કર્ફ્યૂ 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 વાગ્યાથી માર્ચ 1 સવારે 6 વાગ્યા સુધી લગાવવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ફક્ત આવશ્યક સામાનની જ દુકાનો સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપી છે.

જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના સંક્રમણના 7000 નવા દર્દીઓની પુષ્ટિ થઈ હતી, જેના બાદથી પ્રશાસન એલર્ટ થઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકારે કડક પગલા લીધા છે અને સોમવારથી રાજ્યમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક પ્રવૃતિઓ પર રોક લગાવી દીધી છે, જેથી કરીને લોકોની ભીડ એકઠી નહીં થઈ શકે. અમરાવતીમાં એક અઠવાડિયાનું લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે પૂણેની તમામ શાળાઓ, કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોરોના રોગચાળાને અંકુશમાં રાખવા માટે કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટ ઝડપથીી કરવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે રાજકીય વિરોધ પ્રદર્શન અને પ્રદર્શનને મંજૂરી આપવામાં આવશે નહીં કારણ કે તેનાથી ભીડ એકત્રિત થાય છે, જે કોરોના સંક્રમણનું જોખમ વધારે છે.

સીએમ ઠાકરેએ કહ્યું કે લાગે છે કે રોગચાળો ફરી એકવાર સક્રિય થઈ રહ્યો છે, આ કોરોનાની બીજી તરંગ છે કે નહીં તે આવનારા દિવસોમાં ખબર પડી જશે. મુખ્યમંત્રીએ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાની ખાસ અપીલ કરી છે.

mumbai mumbai news maharashtra coronavirus covid19 lockdow