મહારાષ્ટ્રના મંત્રી પર રેપનો આરોપ, મંત્રીએ કહ્યું આ...

13 January, 2021 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મહારાષ્ટ્રના મંત્રી પર રેપનો આરોપ, મંત્રીએ કહ્યું આ...

ધનંજય મુંડે (તસવીર સૌજન્ય અતુલ કાંબળે)

એક મહિલાએ મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડે (Dhananjay Munde)પર બળાત્કારનો આરોપ મૂક્યો છે, સાથે જ તેણે કહ્યું કે પોલીસે તેમની ફરિયાદ નગણ્ય કરી. NCP નેતા મુંડેએ આ આરોપોને રદિયો આપ્યો છે અને કહ્યું કે ફરિયાદકર્તા અને તેની બહેન તેમને બ્લેકમેલ કરી રહી છે. મુંડેએ કહ્યું કે ફરિયાદકર્તાની બહેન સાથે તેમના સંબંધો હતા અને તે તેમના બે બાળકો છે. મહિલા (37)એ કહ્યું કે તેમને 10 જાન્યુઆરીના મુંબઇ પોલીસ આયુક્તને એક પત્ર લખીને જણાવ્યું હતું મુંડેએ 2006માં કેટલીય વાક તેની સાથે બળાત્કાર કર્યો.

મહિલાએ એ પણ આરોપ મૂક્યો કે તેણે અહીં પહેલા ઓશિવિરા પોલીસ સાથે સંપર્ક કર્યો હતો, પણ તેની ફરિયાદ નોંધવામાં આવી નહીં. મુંડે (45) એ કહ્યું કે મહિલાએ તેને બ્લેકમેલ કરવાના ષડયંત્ર હેઠળ આરોપ મૂક્યા છે, જો કે, તેમણે સ્વીકાર કર્યો કે ફરિયાદકર્તાની બહેન સાથે સંબંધ હતો અને તેના બે બાળકો છે.

ધનંજય મુંડેએ મંગળવારે આપેલા નિવેદનમાં કહ્યું કે તેમની પત્ની, પરિવાર અને મિત્રોને આ સંબંધોની માહિતી છે અને તેના પરિવારે બન્ને બાળકોનો સ્વીકાર કરી લીધો છે. તેમણે કહ્યું કે તેમનો જે મહિલા સાથે સંબંધ હતો, તે 2019થી તેમને બ્લેકમેલ કરી રહી છે અને તેણે પોલીસમાં એક ફરિયાદ પણ નોંધાવી હતી અને પોતાના વિરુદ્ધ અપમાનજનક સામગ્રી વહેંચવા પર પ્રતિબંધ મૂકવા માટે મુંબઇ ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો પણ ખખડાવ્યો હતો.

mumbai news mumbai maharashtra