પુણે એક્સપ્રેસવે પર દૂધનું ટૅન્કર ઊંધું વળતાં કલાકો સુધી ટ્રાફિક જૅમ

01 December, 2020 10:47 AM IST  |  Mumbai | Mumbai Correspondent

પુણે એક્સપ્રેસવે પર દૂધનું ટૅન્કર ઊંધું વળતાં કલાકો સુધી ટ્રાફિક જૅમ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર આડોશી બોગદા પાસે ગઈ કાલે સવારે ૭.૩૦ વાગ્યે દૂધનું એક ટૅન્કર ઊંધું વળી ગયું હતું, જેને કારણે મુંબઈ તરફ જતી લેન પર ખંડાલા સુધી ૪ કિલોમીટર ટ્રાફિક જૅમ થયો હતો. ચારેક કલાક બાદ વાહનવ્યવહાર પાટે ચડ્યો હોવાનું પોલીસે કહ્યું હતું.

હાઇવે પોલીસના જણાવ્યા અનુસાર ‘ઘટનાની જાણ થતાં આઇઆરબી, હાઇવે ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી.
ટૅન્કરને સાઇડ પર કરી ટ્રાફિક ક્લિયર કરવાનું કામ યુદ્ધના ધોરણે આરંભાયું હતું. ક્રેનની મદદથી ટૅન્કરને રસ્તાની વચ્ચેથી દોઢ કલાકની ભારે જહેમત બાદ ખસેડવામાં આવ્યું હતું અને ધીમે-ધીમે ટ્રાફિક ક્લિયર કરાયો હતો. જોકે એ સમય દરમિયાન પુણેથી મુંબઈ આવી રહેલા અનેક મોટરિસ્ટ, ટૂરિસ્ટો અને બસના પ્રવાસીઓએ ટ્રાફિક જૅમમાં અટવાવું પડ્યું હતું. સદ્નસીબે આ ઍક્સિડન્ટમાં કોઈને ઈજા થઈ નહોતી.’

pune pune news pune-mumbai expressway mumbai mumbai news maharashtra