વૃદ્ધ મા-બાપની સેવા ન કરનારા ચેતી જજો, નહીં તો પગારમાં થશે 30%નો ઘટાડો

14 February, 2021 04:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વૃદ્ધ મા-બાપની સેવા ન કરનારા ચેતી જજો, નહીં તો પગારમાં થશે 30%નો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના લાતૂરમાં જિલ્લા પરિષદના સાત કર્મચારીઓને પોતાના માતા-પિતાની સંભાળ નહીં રાખવી ઘણી મોંઘી પડી છે. જિલ્લા પરિષદ અધ્યક્ષ રાહુલ બોન્દ્રેએ શનિવારે જણાવ્યું કે આ કર્મચારીઓના પગારમાંથી 30 ટકા જેટલી રકમ કાપીને તેમના માતા-પિતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરાયું છે. જણાવી દઈએ કે માતા-પિતાની સંભાળ ન લેતા 12 કર્મચારીઓના વિરૂદ્ધ ફરિયાદો સામે આવી છે, એમાંથી 6 શિક્ષક છે.

માતા-પિતાની સંભાળ ન રાખચા કર્મચારીઓના પગારમાંથી કપાતની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી

ગયા વર્ષે નવેમ્બરમાં જિલ્લા પરિષદની જનરલ કાઉન્સિલમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે માતા-પિતાની સંભાળ ન રાખનારા કર્મચારીઓના પગારમાંથી 30 ટકા કપાત કરવામાં આવશે. ડિસેમ્બરથી તેનો અમલ કરવામાં આવ્યો છે.

જિલ્લા કાઉન્સિલ અધ્યક્ષે કહ્યું - પગારમાંથી કપાત દર મહિવે ચાલુ રહેશે

બોન્દ્રેએ જણાવ્યું કે અમે પોતાના 12 કર્મચારીઓના વિરૂદ્ધ મળેલી ફરિયાદોની તપાસ શરૂ કરી હતી. એમાંથી સાત કર્મચારીઓના પગાર ડિસેમ્બરમાં 30 ટકા કાપવામાં આવ્યા છે. આ કપાત દર મહિેને ચાલુ રહેશે, જે સરેરાશ 15,000 રૂપિયા છે. કેટલાક કેસોમાં નોટિસ આપ્યા બાદ કર્મચારીઓએ પોતાના માતા-પિતા સાથે સમાધાન કર્યું છે.

mumbai mumbai news maharashtra latur