ઉદ્ધવ સરકારે બે દિવસમાં જાહેર કરેલ 160 GR વિશે રાજ્યપાલે માગી સ્પષ્ટતા, જાણો વિગત

28 June, 2022 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એકનાથ શિંદે અને શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોએ બળવો કર્યા બાદ મહા વિકાસ અઘાડી સરકાર સંકટનો સામનો કરી રહી છે

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી મડાગાંઠ વચ્ચે, રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે 22 જૂનથી 24 જૂન વચ્ચે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની દરખાસ્તોને મંજૂરી આપી હતી, જેના કારણે હવે મુશ્કેલીઓ ઊભી થઈ છે. મહારાષ્ટ્રના વિપક્ષના નેતા પ્રવીણ દરેકરે રાજ્યપાલને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. ત્યાર બાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સરકારના મુખ્ય સચિવને પત્ર લખીને 22-24 જૂન સુધીમાં રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા તમામ પ્રસ્તાવો અને પરિપત્રોની સંપૂર્ણ વિગતો આપવા જણાવ્યું છે.

આ માહિતી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના મુખ્ય સચિવ સંતોષ કુમારે આપી છે. જણાવી દઈએ કે, રાજ્યપાલ દ્વારા માહિતી આપવાની સૂચના 22-24 જૂન સુધીમાં સત્તાધારી સહયોગી NCP અને કોંગ્રેસ-નિયંત્રિત વિભાગો દ્વારા વિવિધ વિકાસ સંબંધિત કામો માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવાના સરકારી આદેશ પછી આવી છે. પત્ર અનુસાર “રાજ્યપાલે 22-24 જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા GR, પરિપત્રો વિશે `સંપૂર્ણ પૃષ્ઠભૂમિ માહિતી` પ્રદાન કરવા કહ્યું છે.”

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે પ્રવીણ દરેકરે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને છેલ્લા કેટલાક દિવસોમાં મહા વિકાસ અઘાડી સરકાર દ્વારા લેવામાં આવેલા આડેધડ નિર્ણયો સામે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. તમને જણાવી દઈએ કે શિવસેના નેતા એકનાથ શિંદેના બળવાથી મહાવિકાસ આઘાડીના મોરચે મોટું સંકટ ઊભું થયું છે અને રાજ્યમાં સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે. લોકમત ન્યૂઝ18ના અહેવાલ મુજબ, એક તરફ શિવસેના બળવાખોરોને પરત લાવવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ મહા વિકાસ અઘાડી (એમવીએ સરકાર) નિર્ણય પર આગ્રહ કરી રહી છે. 3 દિવસમાં 160 સરકારી ઠરાવો (GR) જારી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

રાજ્યપાલે હવે સરકાર પાસે તેની માહિતી માંગી છે. એકનાથ શિંદે અને શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોએ બળવો કર્યા બાદ મહા વિકાસ અઘાડી સરકાર સંકટનો સામનો કરી રહી છે. દરમિયાન, રાજ્ય સરકારે 22, 23 અને 24 જૂન વચ્ચે 160 જીઆર જારી કર્યા છે. અહેવાલો અનુસાર, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના મુખ્ય સચિવ સંતોષ કુમારે જણાવ્યું હતું કે “રાજ્યપાલે મહારાષ્ટ્રના મુખ્ય સચિવને પત્ર લખીને 22-24 જૂન સુધીમાં રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ તમામ સરકારી દરખાસ્તોની સંપૂર્ણ વિગતો આપવા જણાવ્યું છે. જણાવી દઈએ કે, MVA સરકારે 22 થી 24 જૂન સુધી વિવિધ વિકાસ સંબંધિત કામો માટે કરોડો રૂપિયા જાહેર કરવાનો સરકારી આદેશ જારી કર્યા પછી આ સૂચના આવી છે.

mumbai mumbai news maharashtra uddhav thackeray