Maharashtra: વેક્સિનની અછતને કારણે 18-44ની વયના લોકોનું રસીકરણ સ્થગિત-રાજેશ ટોપે

11 May, 2021 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં વેક્સીનની અછતને જોતાં આગામી સમયમાં આ વાતની શક્યતા દર્શાવવામાં આવી છે કે 18થી 44 વર્ષના લોકો માટે વેક્સીનેશનની પ્રક્રિયાને અમુક સમય માટે અટકાવી દેવામાં આવે.

તસવીર સૌજન્ય સતેજ શિંદે

મહારાષ્ટ્રમાં કોરોના વેક્સીનની અછતને જોતા રાજ્ય સરકારે મોટું પગલું ઉઠાવ્યું છે. આ હેઠળ હવે રાજ્યમાં રહેલા ત્રણ લાખ કૉવેક્સીનના ડૉઝ સીનિયર સીટિઝનને બીજા ડૉઝ તરીકે આપવામાં આવશે. આ નિર્ણય સરકારે એટલા માટે લીધો છે કારણકે જો સમયસર બીજી વેક્સીનનો ડૉઝ ન આપવામાં આવે તો પહેલો ડૉઝ પણ બેઅસર થઈ શકે છે. જો કે, વરિષ્ઠ નાગરિકોને કૉવેક્સીન આપવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.

રાજ્ય સરકાર પ્રમાણે કેન્દ્ર તરફથી વેક્સીન પર્યાપ્ત માત્રામાં સમયસર ઉપલબ્ધ નથી થઈ રહી. જેના કારણે અનેક વરિષ્ઠ નાગરિકોને બીજો ડૉઝ નથી મળી રહ્યો. કોરોના વેક્સીનની અછત અને કોવિન એપમાં ટેક્નિકલ ખામીઓને કારણે મુખ્યમંત્રીએ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. ઠાકરેનું કહેવું છે કે રાજ્ય સરકારને કેન્દ્ર અલગ મોબાઇલ એપ્લીકેશન બનાવવાની પરવાનગી આપે. કોવિન એપમાં ટેક્નિકલ ખરાબીને કારણે અનેક લોકોને અપૉઇન્ટમેન્ટ નથી મળી રહી.

રશિયાથી આવશે 12 કરોડ ડૉઝ?
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જમાવ્યું કે વેક્સીનને લઇને સરકારે કોઇ ગ્લોબલ ટેન્ડર નથી કાઢ્યું. વિદેશમાંથી સ્પુતનિક વેક્સીન સિવાય કોઇપણ વેક્સીનને પરવાનગી મળી નથી. રશિયાની ઑથોરિટી સાથે વાત કરીને અમે 12 કરોડ સ્પુતનિક ડૉઝની માગ કરી છે. સાથે જ કેન્દ્ર સરકારને પણ અમારી રિક્વેસ્ટ છે કે સ્પુતનિક વેક્સીન શક્ય તેટલી જલ્દી મળે. આ માટે પણ પ્રયત્ન કરે.

કાલે લેવાશે લૉકડાઉન પર નિર્ણય
રાજેશ ટોપે પ્રમાણે મહારાષ્ટ્રમાં હાલ 15 મે સુધી કર્ફ્યૂ લાગૂ પાડવામાં આવ્યો છે. કોરોના મહામારીની અસર ઘટતી જોયા પછી હવે મહારાષ્ટ્રમાં સરકાર બુધવારે થનારી કેબિનેટ મીટિંગમાં આગામી 15 દિવસો માટે નિર્ણય લઈ શકે છે. આવતી કાલની મીટિંગમાં એ નક્કી થશે કે રાજ્યમાં આ કડક પ્રતિબંધોને હજી પણ લંબાવવામાં આવે કે એમાં કેટલીક છૂટ આપી શકાય છે.

Mumbai Mumbai news maharashtra rajesh tope coronavirus covid19 covid vaccine