ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય,ફડણવીસ સહિત અનેક નેતાઓની સુરક્ષા ઘટાડી

10 January, 2021 05:13 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય,ફડણવીસ સહિત અનેક નેતાઓની સુરક્ષા ઘટાડી

ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય,ફડણવીસ સહિત અનેક નેતાઓની સુરક્ષા ઘટાડી

મહારાષ્ટ્ર સરકારે રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓની સુરક્ષાને ઘટાડવાની જાહેરાત કરી છે. જે નેતાઓની સુરક્ષા ઘટાડવાનો નિર્ણય લીધો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજ ઠાકરે, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, ભાજપ નેતા ચંદ્રકાન્ત પાટિલ, પ્રવીણ દરેકર, પ્રસાદ લાડ અને બીજા મુખ્ય વિપક્ષી નેતાઓના નામ સામેલ છે.

એમએનએસ પાર્ટીના અધ્યક્ષ રાજ ઠાકરેની ઝેડ સુરક્ષા હટાવી દેવામાં આવી છે અને આ સિવાય તેમના કાફિલામાંથી બુલેટપ્રુફ વાહનો પણ હટાવવાની વાત કહેવામાં આવી છે. સૂત્રો પ્રમાણે આ માટે એક સુરક્ષા સમિતિની બેઠકનું આયોજન થાય છે અને આ બેઠક મહિનામાં બેથી ત્રણ વાર થાય છે. સમિતિનું કહેવું છે કે પોલીસ પર ખૂબ જ તણાવ છે, માટે વિપક્ષના નેતાઓની સુરક્ષા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

mumbai mumbai news maharashtra uddhav thackeray devendra fadnavis