હજી ૩૦ નવેમ્બર સુધી મંદિરો ખોલવાની છૂટ નથી અપાઈ

30 October, 2020 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજી ૩૦ નવેમ્બર સુધી મંદિરો ખોલવાની છૂટ નથી અપાઈ

દાદરના સિદ્ધિવિનાયક મંદિરની તસવીર (ફાઈલ તસવીર)

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ જોતાં રાજ્ય સરકારે સાવચેતીની દૃષ્ટિએ લૉકડાઉન હજી એક મહિનો ૩૦ નવેમ્બર સુધી લંબાવ્યું છે. ગઈ કાલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે રેલવે પ્લૅટફૉર્મ પર અને ટ્રેનમાં પણ વગર માસ્કે હરફર કરતા  લોકો સામે પણ જીઆરપી (ગવર્નમેન્ટ  રેલવે પોલીસ)ને ઍક્શન લઈ દંડ ફટકારવાનું કહ્યું છે.

રાજ્ય સરકારે બાર અને રેસ્ટોરાંને ૫૦ ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપી જ દીધી છે, એટલું જ નહીં, મંગળવારે તમામ લોકો માટે લોકલ ટ્રેન શરૂ કરવા માટે પત્ર પણ લખ્યો હતો. ઘણી છૂટ આપી હોવા છતાં સરકારે હજી ધાર્મિક સ્થાનકો ખોલવાની મંજૂરી આપી નથી.

coronavirus covid19 lockdown maharashtra mumbai