Thanks to દારૂ, મહારાષ્ટ્ર સરકારે બે દિવસમાં 62 કરોડ રેવન્યુ મેળવી

06 May, 2020 03:13 PM IST  |  Mumbai | Chirantana Bhatt

Thanks to દારૂ, મહારાષ્ટ્ર સરકારે બે દિવસમાં 62 કરોડ રેવન્યુ મેળવી

મહારાષ્ટ્રમાં અંદાજે 10,000 જેટલી લાયસન્સ્ડ લિકર શોપ્સ છે તેમાંથી સોમ અને મંગળવારે માંડ 3500 દુકાનો ખોલવામાં આવી હતી.

મહારાષ્ટ્ર સરકારે 62 કરોડથી વધુ રેવન્યુ બે દિવસમાં જ મેળવી છે અને તેનો પુરો શ્રેય શરાબનાં વેચાણમાં બે દિવસ માટે મળેલી મુક્તિને જાય છે. Covid-19ને કારણે જે લૉકડાઉન જાહેર થયું તે પછી બધું જ સદંતર બંધ હતું અને બે દિવસ પહેલાં જ જાહેરાત કરાઇ કે વાઇન શોપ્સ ખોલવામાં આવશે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, “એક્સાઇઝ વિભાગે મંગળવારે રાત્રે જે રકમ ભેગી કરી તે તો આખા રાજ્યમાં ખુલ્લી રહેલી લિકર શોપ્સનો એક તૃતિયાંશમો ભાગ હતો. અંદાજે IMFL, બિયર, વાઇન અને દેશી દારૂની અંદાજે 16.1 લાખ લિટર દારુ ધરાવતી બૉટલ્સ વેચાઇ છે.” મહારાષ્ટ્રમાં અંદાજે 10,000 જેટલી લાયસન્સ્ડ લિકર શોપ્સ છે તેમાંથી સોમ અને મંગળવારે માંડ 3500 દુકાનો ખોલવામાં આવી હતી. શરાબીઓની લાંબી કતારોને પગલે અંદાજે મંગળવાર રાત સુધીમાં એક્સાઇઝ વિભાગે 62.55 કરોડ જેટલી રેવન્યુ એકઠી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે આમાંથી 11 કરોડ તો સોમવારે જ એકઠા કરાયા હતા. શરાબની દુકાનો પર શોખીનોની કતારો સોમવાર અને મંગળવારની હાઇલાઇટ્સ રહી એમ કહેવામાં પણ કોઇ અતિશયોક્તિ નથી. લૉકડાઉન તો 17મી મે સુધી લંબાવાયું છે પણ માત્ર બે દિવસ માટે વાઇન શોપ્સ ખોલવામાં આવી હતી અને તેનું પરિણામ 16.10 લાખ લિટર બોટલ્ડ લિકરનાં વેચાણમાં આવ્યું છે. 36 જિલ્લાઓમાંથી કૂલ 17 જિલ્લાઓમાં શરાબની દુકાનો ખોલવામાં આવી હતી. ઓસ્માનાબદ અને લાતુરમાં તો ભીડ વધુ જમા થઇ જવાથી અધિકારીઓએ ત્યાં લિકર સ્ટોર બંધ કરવા પડ્યા હતા. બીજા પાંચ જિલ્લાઓ જ્યાં લિકર સ્ટોર નહોતા ખુલ્યા ત્યાં તે ખોલી શકાય અમુક ચોક્કસ અવધી માટે તેની તજવીજ ચાલી રહી છે.

mumbai maharashtra coronavirus mumbai news