ગુડ ન્યૂઝઃ લોકલમાં પ્રવાસ કરવા મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને આપી મંજૂરી

16 October, 2020 07:45 PM IST  |  Mumbai | Rajendra B aklekar

ગુડ ન્યૂઝઃ લોકલમાં પ્રવાસ કરવા મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને આપી મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં દરેક મહિલાઓને પ્રવાસ કરવાની મંજૂરી આજે મહારાષ્ટ્ર સરકારે આપી છે. મહિલાઓ નિયમિત પાસ/ટિકીટથી હવેથી લોકલમાં પ્રવાસ કરી શકશે.

સરકારે ઉમેર્યું કે, મહિલા પ્રવાસીઓ સબર્બન ટ્રેનમાં સવારે 11 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી અને સાંજે સાત વાગ્યાથી લોકલ સર્વિસ ચાલુ રહે ત્યાં સુધી પ્રવાસ કરી શકશે.

મહારાષ્ટ્ર સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રિલીફ એન્ડ રિહેબિલિટેશને રેલવેને વિનંતી કરી હતી કે લોકલની ફ્રિકવન્સી વધારવામાં આવે. આ બાબતનો નિર્ણય 17 ઑક્ટોબર પછી લેવાઈ શકે છે.

જોકે એ પણ સ્પષ્ટ કર્યું કે આવતી કાલથી દરેક મહિલાઓને ત્વરિત મંજૂરી આપી દેવાશે નહીં. મહિલા પ્રવાસીઓની સંખ્યા, એકંદર અવરજવરનું અવલોકન કરીને અંતે યોજના તૈયાર કરવામાં આવશે. આ બાબતે રેલવે અધિકારીઓ અને રાજ્ય સરકાર સાથે મળીને રૂપરેખા બનાવશે. દરેક પાસાઓનું ધ્યાન રાખીને આગામી પગલા લેવાશે.

મુંબઈના રેલવે અધિકારીઓએ કહ્યું કે, તેમને વિનંતી પત્ર મળ્યો છે પરંતુ તેઓ રેલવે મંત્રાલયના આદેશો અને ગાઈડલાઈન્સની રાહ જોઈ રહ્યા છે.

mumbai local train mumbai maharashtra