✕

ડૉમિનોઝ પીત્ઝાના ભાંડુપના આઉટલેટ અને ઘાટકોપરના આર સિટી મૉલની યુ મી રેસ્ટોરાંનું લાઇસન્સ સસ્પેન્ડ

23 October, 2026 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યવ્યાપી તપાસઝુંબેશ દરમ્યાન FDAએ ૫૪.૬૬ લાખ રૂપિયાની કિંમતનો આશરે ૩૮ ટન શંકાસ્પદ ખાદ્યપદાર્થોનો જથ્થો પણ જપ્ત કર્યો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન અને ગંભીર ક્ષતિઓ બદલ મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ડૉમિનોઝ પીત્ઝાના બે આઉટલેટ્સ સહિત ૧૧ ફૂડ એસ્ટૅબ્લિશમેન્ટ્સનાં લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. રાજ્યવ્યાપી તપાસઝુંબેશ દરમ્યાન FDAએ ૫૪.૬૬ લાખ રૂપિયાની કિંમતનો આશરે ૩૮ ટન શંકાસ્પદ ખાદ્યપદાર્થોનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. FDA દ્વારા મુંબઈના ૯ અને છત્રપતિ સંભાજીનગર ડિવિઝનના બે એકમોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે જેમાં મુંબઈના ભાંડુપ (વેસ્ટ) અને બીડ ખાતે આવેલા ડૉમિનોઝ પીત્ઝાના આઉટલેટ્સનો સમાવેશ થાય છે.
મુંબઈમાં જે ૯ સંસ્થાઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કરાયાં છે એમાં માઝગાવની એસ. કે. બેકરી, ગ્રાન્ટ રોડની નેકઝાદ રેસ્ટોરાં, બાંદરા-વેસ્ટની ફૂડીઝ મલ્ટિ ક્યુઝીન, જોગેશ્વરી-વેસ્ટની અરેબિયન લુકમા, કુર્લા-વેસ્ટની દિલ્હી ઝાયકા, ઘાટકોપર-વેસ્ટના આર સિટી મૉલમાં આવેલી યુ મી, ગોવંડીની બિક્કગાને બિરયાની તેમ જ ભાંડુપ-વેસ્ટમાં આવેલા ડૉમિનોઝ પીત્ઝાના આઉટલેટનો સમાવેશ થાય છે. 

maharashtra forest department ghatkopar tukaram mundhe food and drink food news street food mumbai food mumbai news mumbai