04 May, 2025 06:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ મહારાષ્ટ્રમાં ૧૦ લાખ જેટલા સાઇબર અટૅક થયા છે એવું મહારાષ્ટ્ર પોલીસની સાઇબર ડિટેક્શન વિન્ગે જણાવ્યું છે. સાઇબર અટૅક કરીને માહિતી મેળવવાનો કે એની કાર્યવાહી ખોરવી નાખવાનો હૅકર્સ પ્રયાસ કરતા રહે છે. સામાન્ય સંજોગોમાં સાઇબર અટૅક થતા હોય છે, પણ પહલગામ અટૅક પછી એની સંખ્યા ઘણી વધી છે.
મહારાષ્ટ્રના સાઇબર ડિપાર્ટમેન્ટના ઍડિશનલ જનરલ ઑફ પોલીસ યશસ્વી યાદવે કહ્યું હતું કે ‘પહલગામ અટૅક પછી સાઇબર અટૅકની સંખ્યા વધી ગઈ છે. ૧૦ લાખ જેટલા સાઇબર અટૅક થયા છે. ઇન્ડિયન વેબસાઇટ અને પોર્ટલ પર આ સાઇબર અટૅક કરવામાં આવ્યા છે. મોટા ભાગના અટૅક પાકિસ્તાન સહિત મિડલ ઈસ્ટ, ઇન્ડોનેશિયા અને મૉરોક્કોથી કરવામાં આવ્યા છે જેમાં ઘણાં ઇસ્લામિક ગ્રુપ છે. આમ કરીને તેઓ સાઇબર-વૉર કરવાનો પ્રયાસ કરતા હોવાનું જણાયું છે. મહારાષ્ટ્ર સાઇબર પોલીસે એમાંના ઘણા સાઇબર અટૅક નકામા કરી દીધા હતા. દરેક સરકારી ડિપાર્ટમેન્ટને તેમની સાઇબર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સિક્યૉરિટી વધારવાના અને એના પર ચાંપતી નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.’