મહારાષ્ટ્રમાં 31 ઑક્ટોબર સુધી લૉકડાઉન

30 September, 2020 08:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં 31 ઑક્ટોબર સુધી લૉકડાઉન

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે અમૂક નિયંત્રણો હળવા કરીને લૉકડાઉનને 31 ઑક્ટોબર સુધી લંબાવ્યું છે. પાંચમી ઑક્ટોબરથી 50 ટકા ક્ષમતાએ રેસ્ટોરન્ટમાં ડાઈન-ઈન સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપી છે.

રાજ્ય સરકારે હૉટેલ્સ, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ્સ અને બારને પાંચમી ઑક્ટોબરથી 50 ટકા ક્ષમતાએ કામ કરવાની મંજૂરી આપી છે. નવી ગાઈડલાઈન મુજબ ડબ્બાવાળાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી મળી છે. ઉપરાંત પુણેમાં લોકલ ટ્રેન સર્વિસ શરૂ કરવાની મંજૂરી મળી છે.

મુંબઈમાં કોવિડ-19 કેસમાં સતત વધારો થતા રાજ્ય સરકારે રેલવે સત્તાને કહ્યું છે કે તે મુંબઈ મેટ્રોપોલીટન રિજન (એમએમઆર)માં ટ્રેનની ફ્રિકવન્સીમાં વધારો કરે.

lockdown covid19 coronavirus maharashtra uddhav thackeray