Maharashtra: 22 ઑક્ટોબરથી ડ્રાય એમ્યુઝમેન્ટ પાર્ક અને સિનેમા ઘરો ખૂલશે: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે

18 October, 2021 09:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં કોવિડ ટાસ્ક ફોર્સ અને ચિલ્ડ્રન્સ ટાસ્ક ફોર્સ સાથેની બેઠકમાં, 22 ઓક્ટોબરથી તમામ ડ્રાય એમ્યુઝમેન્ટ પાર્ક (dry amusement parks) ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

મુંબઈમાં શૂન્ય કોવિડ-19 મૃત્યુ નોંધાયાના એક દિવસ પછી, મહારાષ્ટ્ર સરકારે સોમવારે રોગચાળાના પ્રતિબંધોને વધુ હળવા કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં કોવિડ ટાસ્ક ફોર્સ અને ચિલ્ડ્રન્સ ટાસ્ક ફોર્સ સાથેની બેઠકમાં, 22 ઓક્ટોબરથી તમામ ડ્રાય એમ્યુઝમેન્ટ પાર્ક (dry amusement parks) ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, પાર્ક અથવા વિશિષ્ટ વોટર પાર્કમાં વૉટર રાઇડ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે.

તમામ ડ્રાય એમ્યુઝમેન્ટ પાર્ક, સિનેમાઘરો અને થિયેટરો લોકો માટે મનોરંજન અથવા સહેલગાહના વિકલ્પોમાં જોડાશે.

“અમે ધીમે ધીમે પ્રતિબંધ હળવા કરી રહ્યા છીએ કારણ કે કોવિડ દર્દીઓની સંખ્યા ઘટતી જણાય છે, પરંતુ તે જ સમયે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને તેમના પર પૂરતું ધ્યાન આપવું જોઈએ.” ઠાકરે વિનંતી કરી હતી.

રેસ્ટોરાં અને હોટેલ ઉપરાંત દુકાનો અને સંસ્થાઓ માટે કામના કલાકો વધારવા અંગે, તેમણે સંબંધિત વિભાગોને વર્તમાન રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે બીજી લહેર શમી ગઈ હોવા છતાં (લગભગ 9 મહિના પછી), હજુ પણ જરીજી લહેરનું જોખમ છે અને તેથી તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું મહત્વનું હતું.

બેઠકમાં મુખ્ય સચિવ સીતારામ કુંટે, ડૉ. પ્રદીપ વ્યાસ, અસીમ કુમાર ગુપ્તા, સૌરવ વિજય, ડૉ. દિલીપ મ્હાઇસેકર, સુરેશ કાકાણી, ડૉ. સંજય ઓક, ડૉ. શશાંક જોશી, ડૉ. રાહુલ પંડિત, ડૉ. અજીત દેસાઈ, ડૉ. સુહાસ પ્રભુ સહિત CMOના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઠાકરેએ પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટને વેક્સિન બાબતે નિર્ણય લેવામાં આવ્યા બાદ જે બાળકોને વેક્સિન આપી શકાય તેમ હોય તે માટે પણ પૂરતી રસીનો સ્ટોક ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

વિશ્વભરમાં કોવિડ-19ની સારવાર માટે નવા પ્રયોગો, સંશોધન અને દવાઓ વિકસાવવામાં આવી રહી હોવાથી, તેમણે પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટને નવી દવાઓની કિંમતો અને ઉપલબ્ધતા સાથે પોતાને અપડેટ રાખવા વિનંતી કરી હતી.

mumbai mumbai news uddhav thackeray