Maharashtra: પાલઘરની ફેક્ટરીમાં ફાટ્યો સિલિન્ડર, ત્રણના મોત, આઠ ઘાયલ

28 September, 2022 06:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પહેલા 29 જૂને પાલઘરમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના પાલઘરના વસઈમાં બુધવારે હાઈડ્રોજન ગેસ સિલિન્ડરના વિસ્ફોટને કારણે મોટી દુર્ઘટના થઈ હતી. સિલિન્ડર ફાટતાં કારખાનામાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ત્રણ કામદારોના મોત થયા હતા અને આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ઘટના અંગે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે “ચંદ્રપાડા વિસ્તારમાં સ્થિત ઇલેક્ટ્રિકલ સાધનો બનાવતી કંપનીમાં બપોરે ત્રણ વાગ્યે આ ઘટના બની હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરોના મોત થયા હતા અને આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પહેલા 29 જૂને પાલઘરમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. પાલઘરના તારપુરમાં MIDC ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં એક પછી એક બ્લાસ્ટને કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગના કારણે આજુબાજુમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો હતો અને ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

mumbai mumbai news maharashtra palghar