મુખ્ય પ્રધાન બન્યા બાદ પહેલી વાર ઉદ્ધવ પરિવાર સાથે ‘વર્ષા’ બંગલોમાં

02 December, 2020 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન બન્યા બાદ પહેલી વાર ઉદ્ધવ પરિવાર સાથે ‘વર્ષા’ બંગલોમાં

ઉદ્ધવ પરિવાર સાથે ‘વર્ષા’ બંગલોમાં

એક વર્ષ પહેલાં રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લેનાર ઉદ્ધવ ઠાકરે તેમના મુખ્ય પ્રધાનના સરકારી નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલોમાં પહેલી જ વાર પરિવાર સાથે ૩ દિવસ રહ્યા હતા. મહાવિકાસ આઘાડીની સરકારને એક વર્ષ પૂરું થવાના મુરતે તેમણે પહેલી જ વાર પરિવાર સાથે શનિવારથી મંગળવાર સુધી વર્ષા બંગલોમાં મુકામ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરે સરકારી કામકાજ અને બેઠકો માટે વર્ષા બંગલો પર જતા ખરા પણ ક્યારેય આટલું રોકાયા નથી.

મુખ્ય પ્રધાન તેમના બાંદરાના કલાનગર ખાતે આવેલા નિવાસસ્થાન માતોશ્રીમાં જ રહે છે. છેલ્લા એક વર્ષથી તો ત્યાંથી જ બધો કાર્યભાર સંભાળી રહ્યા છે. દરમિયાન તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષાનું રિનોવેશન કરાવવામાં આવ્યું છે. એમાં કેટલાક ફેરફાર કરાવ્યા બાદ જ તેઓ પરિવાર સાથે આ બંગલોમાં રહ્યા હતા.

શિવસૈનિકો માટે દાદરના સેનાભવન પછી બાળાસાહેબ રહેતા હતા એ માતોશ્રી શ્રદ્ધાસ્થાન રહ્યું છે તો એની સાથે લાગણીથી જોડાયેલા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું એ અંગત નિવાસસ્થાન છે. માતોશ્રી પર દેશભરના અનેક દિગ્ગજ નેતાઓ આવી ગયા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે વર્ષા બંગલોમાં રહેવા જશે કે કેમ એવો એક સવાલ જન માનસમાં ચર્ચાઈ રહ્યો હતો. પણ હવે એકસાથે ત્રણ દિવસ તેઓ પરિવાર સાથે વર્ષામાં રહેતાં રાજકીય વર્તુળોમાં આ વાતને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે.

mumbai mumbai news maharashtra uddhav thackeray