Eknath Shinde: મહારાષ્ટ્ર CM એકનાથ શિંદે જીત્યા વિશ્વાસમત, જાણો વિગતો

04 July, 2022 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કાલે થયેલ વિધાનસભા અધ્યક્ષ પદની ચૂંટણીમાં ટીમના ઉમેદવારની જીત બાદ ફ્લોર ટેસ્ટનો માર્ગ સરળ થઈ ગયો હતો.

એકનાથ શિંદે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે વિશ્વાસમત જીતી લીધો. જણાવવાનું કે મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે રાજ્યપાલના આદેશ પ્રમાણે શિંદે ફ્લોર ટેસ્ટમાંથી પસાર થયા. આ દરમિયાન તેમણએ જીત મેળવી. તેમના પક્ષમાં કુલ 164 મત મળ્યા. એવામાં આ સાબિત થયું કે નવી સરકાર વિધેયકોના સમર્થનતી બની છે. જણાવવાનું કે કાલે થયેલ વિધાનસભા અધ્યક્ષ પદની ચૂંટણીમાં ટીમના ઉમેદવારની જીત બાદ ફ્લોર ટેસ્ટનો માર્ગ સરળ થઈ ગયો હતો. આવું આ એટલા માટટે તયું કે ચૂંટણીમાં આ સ્પષ્ટ થઈ ગયું કે કેટલા વિધેયક નવી સરકરાનું સમર્થન કરે છે.

જણાવવાનું કે ફ્લોર ટેસ્ટ પહેલા પણ ઉદ્ધવને ઝટકો લાગ્યો. પાર્ટીના બે વિોધેયકો શ્યામસુંદર શિંદે અને સંજય બાંગર વિશ્વાસ મતથી બરાબર પહેલા એકનાથ શિંદે સમૂહમાં સામેલ થઈ ગયા. ગઈ કાલથી અત્યાર સુધી શિવસેનાના 2 વિધેયકો પાર્ટી બદલી ચૂક્યા છે.

મળતી માહિતી પ્રમાણે કાલે મોડી રાતે વિધેયક સંજય બાંગર તાજ પ્રેસિડેન્સી હોટેલ પહોંચ્યા હતા. ત્યાં તે એકનાથ શિંદે ગ્રુપમાં સામેલ થયા. શિંદે ગ્રુપમાં સામેલ થયા પછી તેમણે કહ્યું કે એકનાથ શિંદેની સરકાર પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે.

ઉદ્ધવ ઠાકરેના ગ્રુપે ભરત ગોગાવાલેને શિવેસનાના સચેતક તરીકે માન્યતા આપવાના વિધાનસભા સ્પીકરના નિર્ણ પર સુપ્રીમ કૉર્ટ તરફ વળ્યા છે.

વરિષ્ઠ વકીલ એએમ સિંધવીએ તત્કાલ સુનાવણી માટે એસસી સામે ઉલ્લે કર્યો છે. જોકે, સુપ્રીમ કૉર્ટ મુખ્ય કેસ સાથે 11 જુલાઈના ઉદ્ધવ ઠાકરે ગ્રુપની અરજી પર સુનાવણી કરશે.

ઉદ્ધવના ગ્રુપ તરફથી શિંઘવીએ કહ્યું કે વ્હિપને માન્યતા આપવા માટે સ્પીકર પાસે કોઈ અધિકાર ક્ષેત્ર નથી. આ કૉર્ટ સામે કાર્યવાહીની યથાસ્થિતિને બદલે છે. સ્પીકરે કાલે મોડી રાતે વ્હિપની પસંદગી કરી, જે નિયમોની વિરુદ્ધ છે.

જણાવવાનું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ શિંદે સરકારના બહુમત પરીક્ષણથી એક દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો આપતા રવિવારે રાતે મહારાષ્ટ્ર વિધાનસભાના નવનિયુક્ત અધ્યક્ષે શિવસેના વિધેયક અજય ચૌધરીને પાર્ટી વિધેયક દળના નેતા પદ પરથી ખસેડી દીધા હતા.

વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરની ઑફિસ દ્વારા જાહેર પત્રમાં શિંદેને શિવસેનાના વિધેયક દળના નેતા તરીકે રાખવામાં આવ્યા અને ઠાકરે ગ્રુપ સાથે સંબંધિત સુનીલ પ્રભુને ખસેડીને શિંદે ગ્રુપના ભરત ગોગાવલેને શિવસેનાના મુખ્ય સચેતક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

શિવસેના (ઉદ્ધવ ગ્રુપે) પહેલા જ કહ્યું હતું તે વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને કૉર્ટમાં પડકારવામાં આવશે. શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે તે આ `અસંવિધાનિક` નિર્ણયને કૉર્ટમાં પડકારશે.

સાવંતે કહ્યું, "લોકસભાના પૂર્વ મહાસચિવ પી.ડી.ટી. અચારીએ વ્યવસ્થા કરી છે કે પાર્ટી નેતા (પ્રમુખ)ને તે પાર્ટીના વિધેયક દળના નેતાને નિયુક્ત કરવાનો અધિકાર છે. તમે કેવી રીતે કહી શકો કે તે (એકનાથ શિંદે) પાર્ટીના (વિધેયક દળ)ના નેતા છે?"

તેમણે કહ્યું "અમે આ નિર્ણયને કૉર્ટમાં પડકાર આપશું. આ ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. નિર્ણય રવિવારે મોડી રાતે લેવામાં આવે છે જે દર્શાવે છે કે આ નિર્ણય કઈ રીતે લેવામાં આવ્યો છે."

Mumbai mumbai news maharashtra shiv sena eknath shinde uddhav thackeray