Maharashtra: છગન ભુજબળએ માર્યો ફડણવીસને ટોણો; કહ્યું, મહારાષ્ટ્રમાં સત્તામાં આવવા માટે...

18 March, 2022 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભુજબળે કહ્યું છે કે “મહારાષ્ટ્રમાં સત્તામાં આવવા માટે અઢી વર્ષ રાહ જોવી પડશે."

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર રાજ્યમાં મંત્રી છગન ભુજબળે સરકાર બદલવાની ચર્ચા કરવા બદલ દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરી છે. ભુજબળે કહ્યું છે કે “મહારાષ્ટ્રમાં સત્તામાં આવવા માટે અઢી વર્ષ રાહ જોવી પડશે. ઉત્તર પ્રદેશમાં ભાજપે 50 ધારાસભ્યો ગુમાવ્યા છે. જો વિપક્ષો સાથે મળીને લડ્યા હોત તો ચિત્ર જૂદું હોત.”

ભુજબળે કહ્યું કે “ભાજપની લહેર ઓછી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો સ્થાનિક સંસ્થાઓને અસર કરશે નહીં. અમે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે મહાવિકાસ અઘાડીના લોકો કેવી રીતે ચૂંટાશે.”

વિધાનસભાના અધ્યક્ષ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે “રાજ્યપાલને વિધાનસભા અધ્યક્ષને લઈને વિનંતી પત્ર મોકલવામાં આવ્યો છે. તેમણે જેમ બને તેમ જલદી વિધાનસભાના અધ્યક્ષ નિમવાનો આદેશ કર્યો હતો. રાજ્યપાલ શક્ય તેટલી વહેલી તકે નિર્ણય કરે તેવી અપેક્ષા છે. હાઈકોર્ટે પણ આવી જ સૂચનાઓ આપી છે, એમ તેમણે જણાવ્યું હતું.

આગામી 2 મહિનામાં રિઝર્વેશનનું કામ પૂર્ણ કરવામાં આવશે

ઓબીસી ઓબીસી રિઝર્વેશન વિશે વાત કરતાં તેમણે કહ્યું કે “અનામતના સંદર્ભમાં બંથિયા કમિશનની નિમણૂક કરવામાં આવી છે. બંથિયા ભારતના સેન્સસ કમિશનર, મુખ્ય સચિવ હતા. બંથિયાની સાથે કેટલાક નિવૃત્ત અધિકારીઓ પણ ઓબીસી અનામત પર કામ કરી રહ્યા છે. રિઝર્વેશન પર પણ કામ શરૂ થઈ ગયું છે. આગામી 2થી 3 મહિનામાં રિઝર્વેશનનું કામ પૂર્ણ થવાની ધારણા છે. મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં આ કાયદો ઘડવામાં આવ્યો છે. અમે રાજ્ય સરકાર પાસેથી વોર્ડ સ્ટ્રક્ચર તૈયાર કરીને ચૂંટણી પંચને આપીશું. તે પછી ચૂંટણી પંચે ચૂંટણી નક્કી કરવી જોઈએ.”

mumbai mumbai news maharashtra devendra fadnavis chhagan bhujbal