16 April, 2025 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં ગઈ કાલે મુંબઈમાં કૅબિનેટની બેઠક મળી હતી. નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર સહિતના પ્રધાનોએ કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી જેલમાં બંધ કેદીઓ આત્મહત્યા કરીને કે અકુદરતી રીતે મૃત્યુ પામતા હોવાનું જાણવા મળ્યું છે. કેદીનું મૃત્યુ થવાથી તેનો પરિવાર રઝળી પડે છે એટલે આવા પરિવારને મદદ કરવા માટે કૅબિનેટ મંડળે એક લાખથી પાંચ લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો છે. આત્મહત્યાના મામલામાં એક લાખ રૂપિયા તો અકુદરતી રીતે કેદીનું અવસાન થાય તો પાંચ લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. કૅબિનેટની બેઠકમાં વિધિ અને ન્યાય વિભાગ, ગૃહ વિભાગ, નગરવિકાસ વિભાગ, મહેસૂલ અને વન વિભાગ તેમ જ ઉચ્ચ શિક્ષણ વિભાગ સંબંધી મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.