મહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ

27 February, 2021 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ બૉર્ડ ઑફ સેકેન્ડ઼્રી એન્ડ હાયર સેકેન્ડ્રી એન્જયુકેશન (Maharashtra State Board of Secondary and Higher Secondary Education)એ ધોરણ 10 અને 12માંની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે. આ મુજબ HSC એટલે કે ધોરણ 12માંની અને SSC એટલે કે ધોરણ 10માંની પરીક્ષા એપ્રિલ-મે 2021માં આયોજિત કરવામાં આવશે. એમાં 10માં ધોરણની પરીક્ષાઓ 29 એપ્રિલથી 20 મે સુધી આયોજિત કરવામાં આવશે. તેમ જ ધોરણ 12માંની પરીક્ષા 23 એપ્રિલથી 21 મે સુધી લેવામાં આવશે. બૉર્ડે આ ડેટશીટ સત્તાવાર પોર્ટ્લ https://mahahsscboard.in/ પર બહાર પાડી છે. આવી સ્થિતિમાં 10મી અને 12માંની પરીક્ષાઓમાં સામેલ થનારા વિદ્યાર્થીઓ સત્તાવાર પોર્ટલ પર વિઝિટ કરી શકે છે.

તાજેતરમાં મહારાષ્ટ્રની શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે HSC અને SSCની પ્રેક્ટિકલ પરીક્ષાઓ એપ્રિલ અને મે મહિનામાં આયોજિત કરવામાં આવશે. HSCની પ્રેક્ટિકલ પરીક્ષા 1 એપ્રિલથી 22 એપ્રિલ સુધી લેવામાં આવશે, જ્યારે SSCની પ્રેક્ટિકલ્સ પરીક્ષાઓ 09 એપ્રિલથી 28 એપ્રિલ સુધી રહેશે. મહારાષ્ટ્ર બોર્ડ પરીક્ષા 2021નું પરિણામ જૂલાઈ-ઑગસ્ટમાં જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્ર બૉર્ડ HSCના પરિણામો જૂલાઈના અંતિમ સપ્તાહમાં અને મહારાષ્ટ્ર બૉર્ડ SSCનું રિઝલ્ટ ઑગસ્ટના અંતિમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.

mumbai mumbai news maharashtra central board of secondary educatio