શું મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના સાથે હાથ મિલાવવા તૈયાર છે?

28 July, 2020 05:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શું મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના સાથે હાથ મિલાવવા તૈયાર છે?

ચંદ્રકાંત પાટિલ (ફાઈલ તસવીર)

મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે તાજેતરમાં એક નિવેદન આપ્યું છે જેને મહારાષ્ટ્રના રાજકાણમાં ઉથલપાથલ કરી દીધી છે. ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, શિવસેના સાથે હાથ મિલાવવા માટે ભાજપ તૈયાર છે. જોકે, પાટિલે એમ પણ કહ્યું કે, અમે માત્ર સરકાર બનાવવા માટે શિવસેના સાથે હાથ મિલાવી શકીએ છીએ.

શિવસેના અને ભાજપનો 35 વર્ષ જૂનો સાથ ત્યારે તૂટ્યો જ્યારે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું અને મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીની સરકાર બનાવી. શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્ય પ્રધાનના પદને લઈને વિવાદ હતો. મહા વિકાસ અઘાડીની સરકારમાં મુખ્ય પ્રધાનનું પદ ઉદ્ધવ ઠાકરે પાસે છે. આજે કોલ્હાપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા ચંદ્રકાંત પાટિલે કહ્યું હતું કે, જો અમે સત્તામાં પરત આવીએ છીએ અને શિવસેના સાથે ગઠબંધન કરીએ છીએ તો એનો અર્થ એ નથી કે અમે તેની સાથે ચૂંટણી લડીશું. અમે મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડીશું.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ભાજપ નેતાઓ સાથે વાત કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે, તમે લોકો તૈયારી કરો કે આગામી ચૂંટણી દરમિયાન પાર્ટીને કોઈ પણ પ્રકારની સમસ્યા કે તકલીફનો સામનો ન કરવો પડે. એટલા માટે તમામ અડચણોને દૂર કરી દેવામાં આવે.

maharashtra shiv sena bharatiya janata party uddhav thackeray