સોમવારથી શરૂ થશે મહારાષ્ટ્રનું બે દિવસીય મૉન્સૂન સત્ર

05 September, 2020 01:27 PM IST  |  Mumbai | Agencies

સોમવારથી શરૂ થશે મહારાષ્ટ્રનું બે દિવસીય મૉન્સૂન સત્ર

પાર્લામેન્ટ

મહારાષ્ટ્ર વિધાનસભાએ તાજેતરમાં જણાવ્યા પ્રમાણે ૭ સપ્ટેમ્બરથી એટલે કે સોમવારથી બેદિવસીય મૉન્સૂન સત્ર શરૂ કરવામાં આવશે. અત્યાર સુધીના ઇતિહાસમાં આ સૌથી નાનું સત્ર બની રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસને લીધે રાજ્ય અને દેશનું અર્થતંત્ર ડામાડોળ થયું છે એવામાં મહારાષ્ટ્ર વિધાનસભાના મૉન્સૂન સત્રમાં ભાગ લેનાર દરેક વિધાનસભ્યોની ઍન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે તેમ જ ફરજિયાત કોવિડ-19 કિટનું વિતરણ કરવામાં આવશે. આ સાથે બેઠક-વ્યવસ્થા પણ સોશ્યલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને બદલવામાં આવી છે.

આ સત્રમાં સપ્લિમેન્ટરી ડિમાન્ડ અને કેટલાંક બિલ પર કાયદાકીય નિર્ણય લેવામાં આવશે, જ્યારે ડિબેટથી માંડીને પ્રશ્નોત્તરી રદ કરવામાં આવશે. પહેલાં આ સત્ર બાવીસમી જૂને શરૂ થવાનું હતું, પણ એને મોકૂફ કરીને ઑગસ્ટના અંતમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એ નિર્ણયનો અમલ ન થતાં હવે ૭ સપ્ટેમ્બરથી મૉન્સૂન સત્ર શરૂ કરવામાં આવશે.

mumbai mumbai news maharashtra