03 February, 2025 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની દેશની સૌથી પહેલી યુનિવર્સિટી મહારાષ્ટ્રમાં સ્થાપવામાં આવશે એવી જાહેરાત મહારાષ્ટ્રના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મિનિસ્ટર આશિષ શેલારે કરી છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. આ યુનિવર્સિટી AI અને એને સંલગ્ન એવા ફીલ્ડમાં રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ કરશે. એ સિવાય એ ઇન્ડસ્ટ્રી, એજ્યુકેશન ફીલ્ડ અને સરકાર વચ્ચે કોલૅબરેશન વધારવાનું કામ કરશે. ટાસ્ક ફોર્સમાં AIના એક્સપર્ટ્સ, એજ્યુકેશન ફીલ્ડના એક્સપર્ટ્સ, ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ અને સરકારી અધિકારીઓને સમાવવામાં આવશે. તેઓ એજ્યુકેશન રિસર્ચ અને ઇનોવેશનને કઈ રીતે પ્રોત્સાહન આપી શકાય એના પર ફોકસ કરશે. આગળ જતાં મહારાષ્ટ્રને AI એજ્યુકેશનનું સેન્ટર બનાવવાનો સરકારનો પ્લાન છે એમ આશિષ શેલારે વધુમાં કહ્યું હતું.