Maharashtra : જબરદસ્તી બંધ લાગુ કરવા બદલ મહા વિકાસ આઘાડી વિરુદ્ધ ૩૩ FIR દાખલ

13 October, 2021 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ વિરોધની 13 જુદી-જુદી ઘટનાઓમાં 33 એફઆઈઆર ઉપરાંત પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

તસવીર/શાદાબ ખાન

મહારાષ્ટ્રમાં શાસક પક્ષ મહા વિકાસ આઘાડી (MVA) વિરુદ્ધ જબરદસ્તી મહારાષ્ટ્ર બંધને લાગુ કરવા માટે રાસ્તા રોકો અને સોમવારે ઘણા જિલ્લાઓમાં રેલીઓ કાઢીને કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે એકતા બતાવવા માટે કુલ 33 એફઆઈઆર નોંધવામાં આવી છે.

મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ વિરોધની 13 જુદી-જુદી ઘટનાઓમાં 33 એફઆઈઆર ઉપરાંત પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. વિરોધ કરનારાઓને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા. મોટાભાગની એફઆઈઆરમાં પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરી નાખ્યા અને કહ્યું હતું કે તેઓ વધુ અરાજકતા ટાળવા માટે પછીથી તેમની ધરપકડ કરશે.

તમામ 33 કેસોમાં, થાણે શહેરના થાણે નગર પોલીસ સ્ટેશનના માત્ર એક કેસમાં પ્રકાશ પાયરે, ગિરીશ રાજે, પવન કદમ, કિરણ નક્તિ અને મહેન્દ્ર માડવી નામના શિવસેનાના કાર્યકરોની ઓટોરીક્ષા ચાલકો પર હુમલો કરવા, ધમકાવવા અને અપમાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

શિવસેનાના કાર્યકરોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં દેખાય છે કે તેઓ રીક્ષા ચાલકોને માર મારી રહ્યા હતા. જોકે, બાદમાં તેમને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવામાં આવ્યા હતા.

આ કેસ સિવાય, બાકીની એફઆઈઆર ગેરકાયદેસર એસેમ્બલી અને કોવિડ-19 માર્ગદર્શિકાના ઉલ્લંઘન માટે અને કોઈપણ જાહેર અવ્યવસ્થા અથવા તોફાનો અટકાવવા માટે મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ અંતર્ગત ભારતીય દંડસહિતાની કલમ હેઠળ નોંધાયેલી છે.

શિવસેનાના કાર્યકરો, એનસીપીના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો સામે નાગપુરમાં રાસ્તા રોકો આંદોલન કરવા બદલ અને શહેરમાં રેલીઓ કાઢવા બદલ (સાત), નવી મુંબઈમાં (સાત), મુંબઈમાં (પાંચ), કોલ્હાપુરમાં (પાંચ), નાસિક શહેરમાં (ચાર) થાણે શહેર, અમરાવતી શહેરમાં (બે) અને મીરા-ભાઈંદરમાં એક એફઆઇઆર નોંધાઈ હતી.

mumbai mumbai news maharashtra mumbai police congress shiv sena nationalist congress party