શિવસેનાએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે લોકસભાની ચૂંટણી?

28 March, 2024 08:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Election 2024: કૉંગ્રેસ અને ભાજપ બાદ હવે શિવસેનાએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મહારાષ્ટ્રમાં શિવસેનાએ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જાણો કોણ અને ક્યાંથી લડશે ચૂંટણી?

સીએમ એકનાથ શિંદે (ફાઈલ ફોટો)

Lok Sabha Election 2024: આ દિવસોમાં લોકસભા ચૂંટણીને લઈને દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. મહારાષ્ટ્ર પણ આનાથી બાકાત નથી. બલ્કી મહારાષ્ટ્રમાં તો ધમાસાણ ચાલે છે. રાજ્યમાં શિવસેના શિંદે જૂથે મહારાષ્ટ્રની આઠ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. શિવસેનાએ બે અનામત બેઠકો સહિત આઠ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આજે કલાકાર અને પૂર્વ સાંસદ ગોવિંદા શિવસેનામાં જોડાયા છે.

જાણો ક્યાંથી અને કોને ઉમેદવાર બનાવ્યા

મુંબઈ સાઉથ સેન્ટ્રલથી રાહુલ શેવાલે, કોલ્હાપુરથી સંજય માંડલિક, શિરડી (SC), સદાશિવ લોખંડે, બુલઢાણાથી પ્રતાપરાવ જાધવ, હિંગોલીથી હેમંત પાટીલ, માવલથી શ્રીરંગ બર્ને, રામટેક (SC)થી રાજુ પારવે, કંગનથી ધારીશીલ માનેને ટિકિટ આપવામાં આવી છે.

અહીં નોંધવું રહ્યું કે આજે એટલે કે ગુરૂવારે અભિનેતા ગોવિંદા શિવસેનામાં જોડાયા છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ ધારણ કર્યુ અને પાર્ટીના સભ્ય તરીકે શપથ લીધા. આ પછી એવી અટકળો ચાલી રહી છે કે શિંદેની પાર્ટી તેમને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ટિકિટ આપી શકે છે. જો આમ થશે તો તે શિવસેના (UBT)ના ઉમેદવાર અમોલ કીર્તિકર સામે ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ ચૂંટણી(Lok Sabha Election 2024)ના મેદાનમાં ઉતરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે બૉલિવૂડ અભિનેત્રી કરીના અને કરિશ્મા શિવસેના પાર્ટી સાથે જોડાય શકે છે. જોકે અગાઉ એવું પણ કહેવાયું હતું કે અભિનેતા રણદીપ હૂડા પણ લોકસભા ચૂંટણી લડી શકે છે. પરંતુ બાદમાં સમાચાર આવ્યાં કે તે રાજનીતિમાં પ્રવેશ નહીં કરે. હવે જોવું રહ્યું કે કરીના-કરિશ્મા શિવસેના સાથે જોડાશે કે નહીં.

નોંધનીય છે કે પક્ષાંતર્ગત વિરોધ અને સાથી પક્ષ પ્રહારના બચ્ચુ કડુ દ્વારા વિરોધ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ અમરાવતીનાં નવનીત રાણાને જ પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યાં છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં નવનીત રાણા આ પહેલાં NCPના સમર્થન સાથે સંસદસભ્ય બન્યાં હતાં. જોકે એ પછી દોઢ જ વર્ષમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપ સ્વીકારીને તેમને ફુલ સપોર્ટ આપ્યો હતો અને BJPના સમર્થનમાં અનેક વાર લોકસભા પણ ગજવી હતી. એનો તેમને બદલો મળી ગયો છે. BJPએ તેમના નામ પર મહોર મારીને અમરાવતીમાંથી તેમને ઉમેદવારી આપી છે. 

shiv sena Lok Sabha Election 2024 maharashtra news mumbai news eknath shinde