Lockdown Viral Video: મુંબઇ પોલીસને ઘરે રહેવા મળશે તો શું કરશે? જાણો

09 April, 2020 05:41 PM IST  | 

Lockdown Viral Video: મુંબઇ પોલીસને ઘરે રહેવા મળશે તો શું કરશે? જાણો

તસવીર બિપીન કોકાટે

આપણા દેશસહિત આખો દેશ લગભગ લૉકડાઉનમાં છે ત્યારે લોકો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે છે કે કોરોનાવાઇરસ ચાલ્યો જશે પછી તેઓ શું કરશે. લોકો શોપિંગના પ્લાન બનાવી રહ્યા છે, ફિલ્મો જોવાનું નક્કી કરી રહ્યા છે, મિત્રોને મળવાની વાત કરે છે અને સ્ટ્રીટ ફુડ યાદ કરી રહ્યા છે ત્યારે મુંબઇ પોલીસે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે વાત કરી છે કે કે જો તેમને 21 દિવસ સુધી ઘરે રહેવા મળ્યું હોત તો તેમણે શું કર્યું હોત. આ વીડિયોના જવાબમાં પોલીસ કર્મચારીઓને તેમની કામગીરી બદલ અઢળક પ્રશંસા મળી રહી છે.

મુંબઇ પોલીસે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને લોકો પોતાના ઘરમાં રહે અને સલામત રહે તેની તકેદારી રાખી રહ્યા છે ત્યારે તેમને પુછવામાં આવે છે કે આ 21 દિવસ પોલીસ કર્મચારીઓને ઘરે રહેવા મળત તો તેઓ શું કરત.વીડિયોની પોસ્ટનું હેડિંગ છે શું તમને લૉકડાઉન બહુ લાંબુ લાગે છે? માત્ર કલ્પના કરો કે અમને ઘરે રહેવા મળ્યું હોત તો અમે શું કરત?

આ વીડિયોમાં કૉપ્સને સવાલ કરાય છે ત્યારે તેઓ કહે છે કે બાળકો સાથે સમય વિતાવત, વાંચત, પરિવારને સમય આપત, ગેઇમ્સ રમત, રસોઇ કરત, પૅટ્સ સાથે રમત અથવા તો બસ આરામ કરત. જેવા આપણા પ્લાન છે તેવા જ પ્લાન આ પોલીસ કર્મચારીઓનાં પણ છે.બુધવારે બપોરે શેર કરાયેલા આ વીડિયોને એક લાખથી વધુ વ્યુઝ મળ્યા છે અને લોકોએ જવાબમાં પોલીસ કર્મચારીઓને ખુબ થેંક્યુ કહ્યું છે. આ વીડિયો અનેક વાર રિપોસ્ટ પણ થયો છે.સુનીલ શેટ્ટીથી માંડીને અને મોટી હસ્તીઓએ પોલીસકર્મીઓને તેમની કામગીરી બદલ થેંક્યુ કહ્યું છે અને બિરદાવ્યા છે. 

આ વીડિયોમાં સીધો અને સ્ટ્રોંગ સંદેશ છે કે સીધા સાદા સપના ધરાવનારા કૉપ્સ પણ ઘરનાં લોકો સાથે સમય વિતાવવા માગે છે પણ આપણે બધા આ સંજોગોમાં એ કરી શકીએ છીએ એ લોકો નથી કરી શકતા કારણકે તેમણે વગર થાક્યે કામ કરવું પડે છે જેથી શહેર સલામત રહી શકે.આ માટે જ લૉકડાઉનનું પાલન કરવું એ જનતાની ફરજ છે.

mumbai police mumbai news coronavirus covid19