મહારાષ્ટ્રમાં 30 જૂન પછી પણ લૉકડાઉન કાયમ રહેશે: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે

28 June, 2020 07:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં 30 જૂન પછી પણ લૉકડાઉન કાયમ રહેશે: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે રાજ્યની જનતાને સંબોધી હતી અને સંકેત આપ્યો હતો કે, 30 જૂન પછી પણ રાજ્યમાં લૉકડાઉન કાયમ રહેશે. જોકે, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે અનલૉકની પ્રક્રિયાને ધીરે ધીરે લાગૂ કરવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

રાજ્યનું સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું હતું કે, કોરોના વાયરસ (COVID-19)નું જોખમ હજી પણ રાષ્ટ્ર પર છે. એટલે આપણે સાવધાની રાખવાની જરૂર છે. એટલે એવું ન વિચારો કે 30 જૂન પછી લૉકડાઉન પુર્ણ થઈ જશે.

કોરોના વાયરસ સિવાય મુખ્ય પ્રધાને અન્ય બાબતો પર પણ આજે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ફક્ત કોરોના વાયરસથી જ નહીં પરંતુ લોકોએ મોન્સૂનમાં થતા મલેરિયા અને ડેન્ગયૂથી પણ પોતાની રક્ષા કરવાની છે. એટલું જ નહીં મહામારીની પાર્શ્વભૂમિ પર મુખ્ય પ્રધાને બધા ડૉક્ટરો અને ખાનગી હૉસ્પિટલોને સેવા શરૂ કરવાની અપીલ કરી હતી. સાથે જ સરકારની માર્ગદર્શિકાનું લોકો બરાબર પાલન કરે તે માટે મુંબઈ પોલીસે લોકોને આગ્રહ કરવો તેવી પણ વિનંતી કરી છે. તેમણે #MissionBeginAgain અંતર્ગત અનેક ઉપાયોની ઘોષણા કરી છે.

એટલું જ નહીં, મુખ્ય પ્રધાને લોકોને નિયમોનું પાલન કરવાની વિનંતી કરી છે.

coronavirus covid19 lockdown uddhav thackeray maharashtra mumbai mumbai news