14 April, 2025 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણેમાં ૩૧ માર્ચે ૪૮ વર્ષના વિજય મોરેએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. એ કેસમાં ખડકપાડા પોલીસે તપાસ કરીને એક મહિલા અને એક પુરુષ સામે તેને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધ્યો છે. પોલીસને તપાસમાં જણાઈ આવ્યું હતું કે આત્મહત્યા કરનાર વિજય મોરેએ આરોપીઓ પાસેથી લોન લીધી હતી. તે બન્ને વિજય મોરેને એ લોનની સામે વધુ પૈસા ચૂકવવા સતત દબાણ કરતાં હતાં. એથી તેમની સતતની એ ઉઘરાણીથી કંટાળીને વિજયે ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે હાલ બન્ને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જોકે તેમની ધરપકડ કરવામાં આવી નથી.