એલઆઈબીએફ એક્સપો 2024: વૈશ્વિક વેપારોને જોડે છે, તકો નિર્માણ કરે છે!

10 January, 2024 03:34 PM IST  |  Mumbai | Partnered Content

18 જાન્યુઆરી 2024થી ગુજરાતના ગાંધીનગરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સ્પો યોજાશે

એલઆઈબીએફ એક્સપો 2024: વૈશ્વિક વેપારોને જોડે છે, તકો નિર્માણ કરે છે!

એલઆઈબીએફ એક્સપો 2024ની બહુપ્રતિક્ષિત પહેલી આવૃત્તિની વિધિશર રીતે ઘોષણા કરવામાં આવી છે, જે ભૌગોલિક સીમાઓની પાર અર્થપૂર્ણ વેપાર સંબંધો ફૂલેફાલે તે માટે તૈયાર કરાયેલી અવ્વલ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ બની રહેશે. 18-21 જાન્યુઆરી, 2024 વચ્ચે ગુજરાતના ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાનારી આ ઈવેન્ટ માટે મંગળવારે મુંબઈમાં ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. એલઆઈબીએફ એક્સપો 2024 સહબાગીઓને સહયોગ અને વૃદ્ધિ માટે આંતરરાષ્ટ્રીય દર્શકોને પ્રોડક્ટો અને સેવાઓની તેમની વૈવિધ્યપૂર્ણ શ્રેણી રજૂ કવા વૈશ્વિક મંચ આપશે. લગભગ 34 વિવિધ ક્ષેત્રો, જેમ કે, બેન્કિંગ અને નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ, સ્ટાર્ટ-અપ્સ અને ફૂડ તથા એગ્રિકલ્ચર વગેરેના સહભાગ સાથે ઈવેન્ટમાં 30થી વધુ દેશના વેપારો એક છત હેઠળ પ્રદર્શિત કરશે.

દર્શકોમાં વેપાર વ્યાવસાયિકો, ઉદ્યોગના આગેવાનો, સરકારી અધિકારીઓ, શૈક્ષણિક પંડિતો, ઈનોવેટિવ માઈન્ડ્સ અને સ્ટાર્ટઅપ્સનો સમાવેશ રહેશે, જે સર્વ વેપારના સુચારુ વાતાવરણમાં વૈશ્વિક વેપાર અને વિસ્તારિત નેટવર્કિંગ માટે ક્ષિતિજ ચાહે છે. પત્રકાર પરિષદમાં લોહાણા સમાજના પ્રમુખ શ્રી સતીશ વિઠલાણી, લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન અને એલઆઈબીએફના ડાયરેક્ટર અને રવીન ગ્રુપના ચેરમેન અને એમડી શ્રી વિજય કારિયા, ટાવર હેમલેટ્સ, લંડનમાં એટલી યુથ એન્ડ કમ્યુનિટી સેન્ટરના ચેરમેન શ્રી સુભાષ ઠકરાર, શ્રી લોહાણા મહાપરિષદના ટ્રસ્ટી અને એડવાઈઝરી કમિટીના ચેરમેન શ્રી મહેન્દ્ર ઘેલાણી, ગોદાવરી બાયોરિફાઈનરીઝના ચેરમેન અને સોમૈયા ગ્રુપ અને ટ્રસ્ટ્સના સોમાયા વિદ્યાવિહારના ચેરમેન શ્રી સમીર સોમૈયા, શ્રી જનક સી ઠાકર, ડાયરેક્ટર, લલકાર ગ્રુપ; શ્રી ચિંતન વસાણી, સ્થાપક ભાગીદાર, વાઈઝબિઝ રિયલ્ટ સહિતના આગેવાનોએ આંતરરાષ્ટ્રીય વેપાર વિકાસ માટે પ્રેરકબળ તરીકે પ્રદર્શનની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. 

આ અવસરે લોહાણા સમુદાયના પ્રમુખ શ્રી સતીશ વિઠલાણીએ જણાવ્યું હતું કે, “ભારતમાં આરંભિક આવૃત્તિ શરૂ કરતાં એલઆઈબીએફ એક્સપો 2024 પારંપરિક પ્રદર્શનની પાર જઈને સમૃદ્ધ અને પરિવર્તનકારી અનુભવનું વચન આપે છે. તે ભારતમાં નહીં પણ વૈશ્વિક સ્તરે વેપાર વૃદ્ધિને પ્રેરિત કરે છે. યુગાંડામાં એલાબીએફ 2023 આફ્રિકા કોલિંગ કોન્ફરન્સમાં અનેક સમજૂતી કરાર કરાયા હતા, જેની ઉત્તમ સફળતાએ અમને વધુ મોટા પાયે અને વધુ લક્ષ્યના મંચ તરફ અમને દોરી ગઈ છે. વ્યૂહાત્મક પગલું 2030 સુધી 1 ટ્રિલિયન યુએસ ડોલરનો બજાર આકાર ધારણ કરવાની અપેક્ષા ધરાવતા ભારતમાં ફુલતાફાલતા રિયલ એસ્ટેટ ક્ષેત્ર દ્વારા પ્રેરિત છે, જે 2025 સુધી દેશની જીડીપીમાં 13 ટકા યોગદાન આપશે. રિટેઈલ, હોસ્પિટાલિટી અને વિવિધ અન્ય ક્ષેત્રોમાં અદભુત વૃદ્ધિ વિસ્તરણ અને બજારની પહોંચ વધારવા મૂલ્યવાન પ્રોડક્ટો અને સેવાઓ ધરાવતા વેપારો સાથે સક્રિય રીતે એલઆઈબીએફ એક્સપો 2024ના ધ્યેય સાથે સહજ સુમેળ સાધે છે.

એલઆઈબીએફ 2024 રિવર્સ બાયર સેલર મીટ સહિત ઈવેન્ટ્સની ગતિશીલ લાઈનઅપ દર્શાવવા સુસજ્જ છે, જે જોડાણ અને વેપાર માટે તકો વધારશે. પ્રદર્શનમાં બેન્કિંગ અને ફાઈનાન્સ, રિયલ એસ્ટેટ તથા સ્ટાર્ટઅપ્સ સંબંધી મહત્ત્વપૂર્ણ વિષયો પર ઊંડાણભરી પેનલ ચર્ચા પણ થશે, જે નિષ્ણાતો અને દીર્ઘદ્રષ્ટાઓને આ ઉદ્યોગને આકાર આપતા નવા પ્રવાહો અને ઈનોવેશન્સમાં ડોકિયું કરવા માટે મંચ પ્રદાન કરે છે.

એલઆઈબીએફ એક્સપો 2024ની રૂપરેખા બહુપ્રતિક્ષિત સીઈઓ નાઈટ અને ઓનર ધ આઈકોન્સ ઈવેન્ટ રહેશે. આ વિશિષ્ટ મેળાવડામાં પ્રસિદ્ધ અભિનેતા અને દાતા શ્રી વિવેક ઓબેરોય સન્માનનીય મહેમાન તરીકે હાજરી આપશે. સીઈઓ નાઈટ આગેવાની, ઈનોવેશન અને વેપાર સાહસિકતાના જોખમની ઉજવણીનું વચન આપે છે, જે વેપાર આગેવાનો, વ્યાવસાયિકો અને વેપાર સાહસિકોને અજોડ નેટવર્કિંગની તક આપે છે.

ગુજરાત સરકારના પ્રતિનિધિ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને ઈસરોના માજી અધ્યક્ષ એ. એસ. કિરણ કુમારના ટેકા સાથે એલઆઈબીએફ એક્સપો 2024 પરિવર્તનકારી ઈવેન્ટ બની રહેશે. સન્માનિત કંપનીઓ યુરો એક્ઝિમ બેન્ક, વિન્માર્ટ, રવીન ગ્રુપ, ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ., ઈસ્કોન ગ્રુપ, માધવાની ગ્રુપ અને અન્યો ઈવેન્ટમાં ભાગ લેશે. તેમનો સહભોગ આ અજોડ વેપાર અને સીમાપાર આદાનપ્રદાનમાં વ્યાપક ઉદ્યોગ હિત અધોરેખિત કરે છે.

એક્સપોની સિદ્ધિ આલેખિત કરતાં લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન અને એલઆઈબીએફના ડાયરેક્ટર શ્રી વિજય કારિયાએ જણાવ્યું હતું કે” એલઆઈબીએફ એક્સપો 2024ની સ્વર્ણિમ ક્ષિતિજમાં એક છત હેઠળ વિવિધ વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રોનો મેળાવડો વૃદ્ધિ અને વિસ્તરણ માટે તકોનું પાવરહાઉસ નિર્માણ કરે છે. ગતિશીલ ઈકોસિસ્ટમમાં બેન્કિંગ અને ફાઈનાન્સ, રિયલ એસ્ટેટ, સ્ટાર્ટઅપ્સ, ફૂડ એન્ડ એગ્રિકલ્ચર અને ઘણા બધા અન્ય વેપારો એકત્ર આવીને પરિવર્તનકારી ભાગીદારીઓ માટે ક્ષિતિજો ખૂલશે. નોંધપાત્ર છે કે સરકારી સંસ્થાઓ, ટોચના વ્યવસાયિકો અને વેપારોનો સક્રિય સહભાગ ઉદ્યોગોના ભવિષ્યને ટેકો અને આકાર આપશે.

મેળાવડા પરથી સિદ્ધ થાય છે કે એલઆઈબીએફ એક્સપો 2024 ઉદ્યોગોના ભવિષ્યને આકાર આપવા સાથે આર્થિક ઉત્કૃષ્ટતા માટે એકત્રિત પ્રવાસને આગળ ધપાવશે. વિવિધ ક્ષેત્રોનું આંતરજોડાણ ભરપૂર સંભાવના ધરાવે છે, જે વૈશ્વિક સ્તરે ઈનોવેશન અને પ્રગતિ માટે ફળદ્રુપ મંચ પૂરું પાડે છે. "

mumbai news mumbai gujarat news gujarat ahmedabad