ઔરંગાબાદમાં રહેણાંક વિસ્તારમાં ચિત્તો ઘુસ્યો : 8 કલાક બાદ પકડાયો

04 December, 2019 04:09 PM IST  |  Mumbai

ઔરંગાબાદમાં રહેણાંક વિસ્તારમાં ચિત્તો ઘુસ્યો : 8 કલાક બાદ પકડાયો

(મિડ-ડે પ્રતિનિધિ) ઔરંગાબાદ શહેરમાં સિડકો ખાતેના વન વિસ્તારના પાર્કમાં ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે એક ચિત્તો દેખાતાં લોકોમાં ભય ફેલાયો હતો. મૉર્નિંગ વૉક માટે ગયેલા નાગરિકોને આ ચિત્તો દેખાયો હતો. સ્થાનિક લોકોએ આ વિશે વનવિભાગને જાણ કરતાં વનવિભાગની એક ટીમ ચિત્તાને પકડવા માટે આવી પહોંચી હતી. અંદાજે આઠ કલાકની જહેમત બાદ ચિત્તો પાંજરામાં પુરાતાં નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઔરંગાબાદના રેસિડેન્શિયલ વિસ્તારમાં ચિત્તો આવી જતાં લોકોને આશ્ચર્ય થયું હતું.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

ઔરંગાબાદ શહેરના રેસિડેન્શિયલ વિસ્તારમાં દીપડાને પકડી પાડવામાં આવ્યો એ પહેલાં એ સૌપ્રથમ એક ગાર્ડનમાં ભટકતો દેખાયો હતો અને ત્યાર બાદ એ બે ખાલી ઘરમાં ભટકતો જોવા મળ્યો હતો. દીપડાને પકડવા માટે વનવિભાગની છ ટીમ આવી પહોંચી હતી. દીપડાને પકડવા માટે ડાર્ટ ગનનો ઉપયોગ કરવો પડ્યો હતો એવું ફૉરેસ્ટ વિભાગના અધિકારી આર. એમ. સોનટક્કેએ કહ્યું હતું.

mumbai news