શું પ્રિકૉશનરી ડોઝ અસરકારક થશે ખરો?

28 December, 2021 09:12 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

ઘણા દેશો ત્રીજા ડોઝની હોડમાં છે પણ એક્સપર્ટ્સ કહે છે કે આ ડોઝ અસરકારક હોવાના પુરાવા નથી

બીવાયએલ નાયર હૉસ્પિટલમાં શહેરની નાગરિકો વૅક્સિન આપવામાં આવી હતી (તસવીર : આશિષ રાજે)

ક્રિસમસ દરમ્યાન સરકારે ૧૦ મુદ્દાના કોવિડ વૅક્સિનેશન કાર્યક્રમની જાહેરાત કરતાં હેલ્થકૅર એક્સપર્ટ્સે બૂસ્ટર ડોઝને પ્રિકૉશનરી ડોઝ તરીકે ઓળખાવવું વધુ યોગ્ય રહેશે એમ જણાવવાની સાથે જ ઓમાઇક્રોન વેરિઅન્ટના કેસ વધતાં ત્રીજા ડોઝની આવશ્યકતા વિશે ચર્ચા કરી હતી. આ ઉપરાંત નિષ્ણાતોએ ૧૨ વર્ષ કરતાં વધુ વયનાં બાળકોને રસી આપવા વિશે પણ ચર્ચા કરી હતી. 
બૂસ્ટર કે પ્રિકૉશનરી ડોઝ
કોવિડના નવા કેસની સંખ્યા વધવાને કારણે સરકારને ૧૦ મુદ્દાનો કાર્યક્રમ ઘડવાની ફરજ પડી છે. દેશની ૨૮ નૅશનલ જિનેટિક સીક્વન્સિંગ લૅબોરેટરીની ધીમી પ્રોસેસને કારણે ભારતમાં હજી સુધી ઓમાઇક્રોનના ૪૧૫ કેસ નોંધાયા છે, જ્યારે અન્ય દેશોમાં નવા કોવિડ કેસના ૭૦થી ૮૫ ટકા કેસ ઓમાઇક્રોનના છે. જોકે આનો મોટો આધાર વિવિધ વૅક્સિનની અસરકારકતા પર રહેલો છે. સરકારે ૧૦ જાન્યુઆરીથી હેલ્થકૅર, ફ્રન્ટલાઇન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને ત્રીજો પ્રિકૉશનરી ડોઝ આપવાનો નિર્ણય લીધો છે એમ યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટન-સિએટલ ખાતે ગ્લોબલ હેલ્થના પ્રોફેસર અને રોગચાળા નિયંત્રણ નિષ્ણાત ડૉ. સુભાષ હીરાએ જણાવ્યું હતું. 
બૂસ્ટર ડોઝને સપોર્ટ કરનારા પુરાવા નથી 
ગ્રાન્ટ મેડિકલ કૉલેજ અને સર જેજે ગ્રુપ ઑફ હૉસ્પિટલ્સના પ્રોફેસર ડૉ. વિકાર શેખે જણાવ્યું હતું કે ઓમાઇક્રોન વધુ પ્રસારશીલ હોવાથી ૨૦૨૨ શરૂ થતાં પહેલાં એની રસી મેળવવાની હોડમાં દરેક દેશ લાગ્યા છે. જોકે કોઈ પણ રસીથી ઓમાઇક્રોન નાથી શકાશે એવી સ્પષ્ટતા ન હોવાથી બૂસ્ટર ડોઝ આપવાની વાતને સપોર્ટ કરનારા કોઈ પુરાવા પ્રાપ્ત નથી. 
૧૨થી ૧૭ વર્ષનાં બાળકો માટે રસી
ડૉક્ટર હીરાએ કહ્યું હતું કે ત્રીજી જાન્યુઆરીથી ૧૨થી ૧૭ વર્ષનાં બાળકો માટે રસીકરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાની મંજૂરીથી તેમને કોવૅક્સિનની રસી આપવામાં આવશે. પછીથી બેથી પાંચ અને છથી અગિયાર વર્ષનાં બાળકોને પણ રસીકરણમાં આવરી લેવાશે. 
ઝાયડ્સ કૅડિલાએ ઝાયકોવ-ડી નામની વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત ઇન્જેક્શન રસી તૈયાર કરી છે અને એ ૧૨ વર્ષથી વધુ વયનાં બાળકોને આપવામાં આવશે. ઝાયડ્સની નોઝલ સ્પ્રેને ૨થી ૮૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વર્ષો સુધી સંગ્રહી શકાય છે તેમ જ રૂમ-ટેમ્પરેચરમાં મહિનાઓ સુધી જાળવી શકાય છે. જોકે આ તમામ સોવચેતી છતાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું આવશ્યક જ નહીં, અનિવાર્ય હોવાનું લગભગ તમામ ડૉક્ટરોએ એકસૂરમાં જણાવ્યું છે. 

mumbai mumbai news coronavirus covid19 vaccination drive covid vaccine vinod kumar menon