શિવસેના (UBT)એ ઉમેદવાર જાહેર કર્યા પછી તરત અમોલ કીર્તિકરને EDનું સમન્સ

28 March, 2024 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમને બુધવારે EDની ઑફિસમાં પૂછપરછ માટે હાજર થવાનું કહેવામાં આવ્યું હતું

અમોલ કીર્તિકર

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે–UBT)એ લોકસભાની મુંબઈ વાયવ્યની બેઠક માટે અમોલ કીર્તિકરને ટિકિટ આપવાની જાહેરાત કર્યા બાદ થોડી જ વારમાં તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)નું સમન્સ મળ્યું હતું અને તેમને બુધવારે EDની ઑફિસમાં પૂછપરછ માટે હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. ખીચડી કૌભાંડમાં આ પહેલાં અમોલ કીર્તિકરના નજીકના સૂરજ ચવાણની EDએ ધરપકડ કરી હતી અને હવે અમોલ કીર્તિકરને સમન્સ મોકલવામાં આવ્યું છે. અમોલ કીર્તિકરના પિતા ગજાનન કીર્તિકર વર્ષોથી બાળાસાહેબ ઠાકરેની આગેવાની હેઠળ શિવસેનામાં રહ્યા હતા અને હવે તેઓ એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા છે, જ્યારે અમોલ કીર્તિકર હજી પણ શિવસેના (UBT)ની યુવા સેનાના પદાધિકારી છે.

Lok Sabha Election 2024 Lok Sabha shiv sena uddhav thackeray election commission of india mumbai mumbai news