KDMCની AC બસ એક મહિના પછી ફરી દોડતી થઈ

28 July, 2025 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે બસ કલ્યાણ‌ અને બે બસ ડોમ્બિવલીમાં દોડી રહી છે. એથી હવે ફરી એક વખત પ્રવાસીઓ એ AC બસનો લાભ લઈ શકશે.

KDMCની AC બસ

ઇન્શ્યૉરન્સ ન હોવાથી કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ની AC બસ ૩૦ જૂનથી સર્વિસમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી. એ બાબતે અંગ્રેજી ‘મિડ-ડે’એ પાંચ જુલાઈએ લેખ લખીને લોકોને જાણ કરી હતી. હવે એનો પડઘો પડ્યો છે. કૉન્ટ્રૅક્ટરે ઇન્શ્યૉરન્સનું પ્રીમિયમ ભરી દીધું છે અને શુક્રવારથી ૪ બસ ફરી દોડવા માંડી છે. બે બસ કલ્યાણ‌ અને બે બસ ડોમ્બિવલીમાં દોડી રહી છે. એથી હવે ફરી એક વખત પ્રવાસીઓ એ AC બસનો લાભ લઈ શકશે.

kalyan dombivali municipal corporation mumbai transport travel travel news news mumbai mumbai news