મેટ્રોના કારશેડ માટેની કાંજુરમાર્ગની જમીનના માલિકી હકની લડાઈમાંથી પ્રાઇવેટ પાર્ટી આઉટ

16 June, 2022 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ માટે આ ઑર્ડર બહુ જ મહત્ત્વનો છે

ફાઇલ તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે કાંજુરમાર્ગની ૬૦૦૦ એકર જમીનની ડીક્રી એક પ્રાઇવેટ ફર્મને આપવાના ૨૦૨૦ના હુકમને રદ કરતાં કહ્યું હતું કે કોર્ટ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ માટે આ ઑર્ડર બહુ જ મહત્ત્વનો છે. મહારાષ્ટ્ર સરકાર, કેન્દ્ર, મુંબઈ સુધરાઈ તેમ જ અન્ય સરકારી તેમ જ પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા આ જમીનના અમુક ભાગો પર માલિકીનો દાવો કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર આ જમીન પર મુંબઈ મેટ્રો માટે કારશેડ બનાવવા માગે છે. જસ્ટિસ અનિલ મેનને કહ્યું હતું કે આદર્શ વૉટરપાર્ક અને રિસૉર્ટ દ્વારા અમુક સત્યોને છુપાવીને હુકમનામું મેળવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે આ હુકમનામાને હાઈ કોર્ટમાં પડકાર્યું હતું. આ જમીનની માલિકીને લઈને કેન્દ્ર, રાજ્ય સરકાર અને સુધરાઈ વચ્ચે વિવાદ ચાલે છે. આરે કૉલોનીમાં પર્યાવરણવાદીઓએ કરેલા વિરોધ બાદ રાજ્ય સરકાર અહીં ૧૦૦ એકર જમીન પર કારશેડ બનાવવા માગે છે. અદાલતે કહ્યું હતું કે ૨૦૨૦માં ખોટાં તથ્યોના આધારે કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી હતી. 

mumbai mumbai news mumbai metro mumbai metropolitan region development authority bombay high court kanjurmarg