સુરક્ષા અને શિવસૈનિકોના વિરોધ વચ્ચે કંગના રનોટ પહોંચી ઘરે

09 September, 2020 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુરક્ષા અને શિવસૈનિકોના વિરોધ વચ્ચે કંગના રનોટ પહોંચી ઘરે

એરપોર્ટ પર ભેગી થયેલી ભીડ (તસવીર સૌજન્ય: એએનઆઈ)

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન પછી અભિનેત્રી કંગના રનોટ (Kangana ranaut)એ કહ્યું હતું કે, તેને મુંબઇ પોલીસથી ડર લાગે છે અને તેણે મુંબઇની તુલના પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર સાથે કરી હતી. ત્યારબાદ શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut) સાથે જબરજસ્ત શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન અભિનેત્રિએ મુંબઈ આવવાનો નિર્ણય લીધો અને તેને કેન્દ્ર સરકાર દ્વારા વાય પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી આવી છે. આજે બપોરે અભિનેત્રી પોતાના ઘરે પહોંચી તે પહેલા એરપોર્ટ જબરજસ્ત નજારા જોવા મળ્યા છે. કોઈક અભિનેત્રીના સપોર્ટમાં આવ્યું હતું તો કોઈક તેના વિરોધમાં.

શિવસૈનિકોના વિરોધ અને નારેબાજીની વચ્ચે કંગના સુરક્ષિત રીતે પોતાના બાંદ્રા સ્થિત ઘરે પહોંચી ગઈ છે. એરપોર્ટ પર શિવસૈનિકોએ કાળા વાવટા ફરકાવ્યા હતા અને નારેબાજી કરી હતી. કંગનાના સપોર્ટમાં કરણી સેના આવી હતી. કંગનાની સુરક્ષામાં મુંબઈ પોલીસે ફિલ્ડ માર્શલ, CISF તથા મુંબઈ પોલીસના 24થી વધુ જવાન છે. કંગનાની સાથે તેની બહેન પણ હતી. એરપોર્ટ પર કંગનાની વિરુદ્ધમાં તથા સમર્થનમાં નારેબાજી થઈ રહી છે.

મુંબઈ એરપોર્ટથી કંગના સીધી પોતાના બાંદ્રા સ્થિત ઘરે આવી હતી. ઘરની આસપાસના વિસ્તારને કોર્ડન ઓફ કરવામાં આવ્યો છે. કંગનાની ફ્લાઈટ જ્યારે મુંબઈ લેન્ડ થઈ ત્યારે સૌ પહેલા કંગના તથા તેની ટીમને ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સ્પેશિયલ વ્હીકલમાં બેસીને કંગનાને એરપોર્ટના બીજા ગેટમાંથી બહાર લઈ જવામાં આવી હતી.

કરણી સેના અભિનેત્રીના સમર્થનમાં આવી હતી. કરણી સેનાના કાર્યકર્તાઓ પણ એરપોર્ટ પર આવ્યા હતા. કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, તેઓ કંગનાને ઘરથી બહાર આવવા-જવા સુધી સુરક્ષા આપશે. જોકે, કંગનાને પહેલેથી જ કેન્દ્ર સરકારે વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે.

તો બીજી બાજુ કંગના જ્યારે મુંબઈ એરપોર્ટ પર આવી ત્યારે શિવસેનાના લોકોએ એરપોર્ટ બહાર કાળા વાવટા સાથે કંગનાનો વિરોધ કર્યો હતો. સંજય રાઉતે સામનામાં લેખ લખીને કંગનાને ધમકી આપ્યા બાદ હવે તેનો વિરોધ કાળાવાવટા ફરકાવીને કરવામાં આવી રહ્યો છે.

mumbai mumbai news kangana ranaut shiv sena mumbai airport