માનહાનિ કેસ મામલે કંગના અને જાવેદ અખ્તર કોર્ટમાં થયા હાજર, રનૌતે નવી અરજી કરી દાખલ 

20 September, 2021 01:50 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સોમવારે લેખક જાવેદ અખ્તર દ્વારા કંગના રનૌત પર કરાયેલા  માનહાનિ કેસ મામલે સુનાવણી કરવામાં આવી.

જાવેદ અખ્તર અને કંગના રનૌત

સોમવારે લેખક જાવેદ અખ્તર દ્વારા કંગના રનૌત પર કરાયેલા  માનહાનિ કેસ મામલે સુનાવણી કરવામાં આવી. આ દરમિયાન જાવેદ અખ્તર અને કંગના રનૌત બંને અદાલતમાં હાજર રહ્યાં હતા. કંગના રનૌતે આ સમગ્ર વિવાદ મામલે જાવેદ અખ્તર પર કાઉન્ટર અરજી દાખલ કરી છે, જેમાં તેણીએ જાવેદ અખ્તર પર અનેક આક્ષેપો કર્યા છે.

સોમવારે કંગના રનૌત ભારે સુરક્ષા હેઠળ હાજર રહેવા મુંબઈની અંધેરી કોર્ટમાં પહોંચી હતી.મેજિસ્ટ્રેટ દ્વારા બંનેને આ કેસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. જાવેદ અખ્તર પહેલાથી જ કોર્ટમાં હાજર હતા.

મેજિસ્ટ્રેટ દ્વારા હવે 15 નવેમ્બરે આ મામલે સુનાવણી કરવાનું કહેવામાં આવ્યું છે. આ દરમિયાન કંગના રનૌતે બીજી અરજી દાખલ કરી છે, જેમાં જાવેદ અખ્તર સામે ખંડણી, ગોપનીયતા ભંગ સહિતના ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે.

અન્ય અરજીમાં કંગના રનૌતે બંને કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવા અપીલ કરી છે. 1 ઓક્ટોબરે અંધેરી કોર્ટમાં તેની સુનાવણી થશે.

 ઉલ્લેકનીય છે કે, વર્ષ 2020 માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કંગના રનૌતે બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા મામલામાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.આ દરમિયાન તેણે જાવેદ અખ્તર પર ઘણા આરોપો લગાવ્યા હતા. આ મુદ્દે જાવેદ અખ્તરે કંગના રનૌત સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

કંગના રનૌતે કોર્ટમાં પણ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે હાજર થઈ શકી નહોતી.જો કે, હવે કોર્ટના કડક વલણ પછી, તેણી સોમવારે હાજર થઈ અને કેસ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.

 

javed akhtar kangana ranaut mumbai mumbai news mumbai police