આજે રાતથી આવતી કાલે બપોર સુધી કાંદિવલી-બોરીવલી વચ્ચે જમ્બો બ્લૉક

28 May, 2022 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્લૉકને કારણે બોરીવલીની કેટલીક ધીમી લોકલ ટ્રેનો હાર્બર કૉરિડોર પર ગોરેગામ સુધી ચલાવવામાં આવશે, જ્યારે કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ કરાશે.

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન રેલવેમાં બોરીવલી અને કાંદિવલની વચ્ચે આજે રાત્રે ૧૧ વાગ્યાથી રવિવારે બપોરે ૧.૩૦ વાગ્યા સુધીનો જમ્બો બ્લૉક રાખવામાં આવ્યો છે. પોઇસર બ્રિજ નંબર-૬૧ના રીગર્ડરિંગ માટે આ બ્લૉક લેવામાં આવ્યો છે.
વેસ્ટર્ન રેલવેના વરિષ્ઠ પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘આ બ્લૉકના સમયગાળા દરમ્યાન બોરીવલી અને ગોરેગામ સ્ટેશનો વચ્ચે તમામ ફાસ્ટ ટ્રેનો ધીમી લાઇન પર દોડાવવામાં આવશે. એથી ફાસ્ટ લાઇનની તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનોને અંધેરી અને બોરીવલી વચ્ચે પાંચમી લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. બહારગામથી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનોને બોરીવલી સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૮ અને ૯ પર ડાઇવર્ટ કરવામાં આવશે. બ્લૉકને કારણે બોરીવલીની કેટલીક ધીમી લોકલ ટ્રેનો હાર્બર કૉરિડોર પર ગોરેગામ સુધી ચલાવવામાં આવશે, જ્યારે કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ કરાશે. આ વિશેની વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્ટરની ઑફિસમાંથી મળી રહેશે.’

Mumbai Mumbai news kandivli borivali