હાઇવે પહોળો કરવાનું કામ રઝળતાં અજંતા ગુફાઓ સુધી પહોંચવું મુશ્કેલ

28 October, 2019 12:50 PM IST  |  ઔરંગાબાદ

હાઇવે પહોળો કરવાનું કામ રઝળતાં અજંતા ગુફાઓ સુધી પહોંચવું મુશ્કેલ

અજંતાની ગુફા

ઔરંગાબાદ-સિલોદ-જળગાંવ ધોરી માર્ગ પહોળો કરવાનું કામ અધૂરું રહેતાં વિશ્વ વિખ્યાત અજંતાની ગુફાઓ તરફનો પ્રવાસ મુશ્કેલ બન્યો છે. એ ઉપરાંત વારંવાર વરસાદ વરસતો હોવાથી જળગાંવ અને ઔરંગાબાદ વચ્ચેનો પ્રવાસ પણ વિઘ્નરૂપ બની ગયો છે. આ વિશે એક ટૂર-ઑપરેટરે કહ્યું હતું કે ‘ઔરંગાબાદ શહેર અને અજંતા ગુફા વચ્ચે લગભગ ૧૦૦ કિલોમીટરનું અંતર છે. ગઈ કાલે એક જપાની દંપતીને અજંતા ગુફાથી ઔરંગાબાદ પહોંચતાં લગભગ સાડાસાત કલાક લાગ્યા હતા. એ દંપતી બપોરે અઢી વાગ્યે અજંતા ગુફાથી નીકળ્યું હતું અને રાતે દસ વાગ્યે ઔરંગાબાદ પહોંચ્યું હતું.

આ પણ જુઓઃ સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ

આ માર્ગ પર હાલમાં ચાલી રહેલું હાઇવેને પહોળો કરવાનું કામ અધૂરું હોવાથી તેમ જ વારંવાર વરસાદ પડતો હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરી છે. અનેક ઠેકાણે રસ્તાનું ખોદકામ ચાલતું હોવાથી વાહનો ધીમી ગતિએ આગળ વધતાં હોય છે. એ સંજોગોમાં ટ્રાફિક જૅમની સમસ્યા વારંવાર ઊભી થાય છે. વળી બે દિવસથી ભારે વરસાદને કારણે મુશ્કેલી વધી છે. અનેક સમસ્યાઓને કારણે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો ઔરંગાબાદથી જળગાંવની બસો સિલોદથી આગળ વધી શકતી નથી. એસટી બસોના ડ્રાઇવર્સને રૂટ બદલવાની સૂચના આપવામાં આવી છે.

mumbai