ઇસ્કૉનની ગોવિંદાઝ રેસ્ટોરાંનું લાઇસન્સ સસ્પેન્ડ

09 September, 2026 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં FDA ફરી ત્રાટક્યું : ઇસ્કૉનનાં કુલ ૩ આઉટલેટ‍્સનાં ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ

જુહુની ઇસ્કૉનની ગોવિંદાઝ રેસ્ટોરાંમાં રસોડાની ગટરમાં ગંદકી જોવા મળી હતી

મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ ખાદ્ય સામગ્રીનાં ધોરણોના ઉલ્લંઘન બદલ જુહુમાં આવેલા ઇસ્કૉનની ૩ ખાદ્ય સંસ્થાઓનાં ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે. આ ઉપરાંત કુર્લામાં ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) સાથે સંકળાયેલા એક સપ્લાયરનું પણ લાઇસન્સ જપ્ત કરવામાં આવ્યું છે.

જુહુમાં આવેલા ઇસ્કૉનનાં ૩ ફૂડ-એસ્ટૅબલિશમેન્ટમાં ૩ સપ્ટેમ્બરે તપાસ કરવામાં આવી હતી. એની ગોવિંદાઝ રેસ્ટોરાં સહિતનાં ત્રણેય ફૂડ-આઉટલેટમાં FDAએ ખાદ્ય-ઉત્પાદન માટે વપરાતા પાણીના સમયાંતરે કરવામાં આવતા પરીક્ષણના અપૂરતા રેકૉર્ડ્સ, કાચા માલની અયોગ્ય તપાસ અને કાચા તથા તૈયાર ખોરાકને સંગ્રહિત કરવા માટે અયોગ્ય તાપમાન જેવી ખામી શોધી કાઢી હતી. અપૂરતી સફાઈ અને માપન તથા મૉનિટરિંગ ઉપકરણોના સેટિંગમાં કૅલિબ્રેશનનો અભાવ જોવા મળ્યો હતો. તપાસ-અહેવાલ અને ફોટોગ્રાફ્સની ચકાસણી કર્યા પછી ૭ સપ્ટેમ્બરે લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ આખરે આપવામાં આવ્યો હતો

બૉમ્બેઝ - ધ ફૂડ ફ્યુઝન કૅફે, ઘાટકોપર FDA ઇન્સ્પેક્ટરે ઘાટકોપરમાં આવેલી બૉમ્બેઝ-ધ ફૂડ ફ્યુઝન કૅફેના ફૂડ-લાઇસન્સને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. શ્રી મધુરમ, બોરીવલી-ઈસ્ટ અધિકારીઓએ બોરીવલી-ઈસ્ટમાં આવેલા શ્રી મધુરમનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી.

FDAએ મુલુંડ-વેસ્ટમાં આવેલી કોઠારી સ્વીટ અને મુલુંડ ફરસાણ માર્ટ તથા ગોરેગામ-ઈસ્ટમાં આવેલા મહારાષ્ટ્ર બિરયાની સેન્ટરનાં લાઇસન્સ પણ સસ્પેન્ડ કર્યાં છે. 

mumbai news mumbai food and drink food news food and drug administration maharashtra news tukaram mundhe mulund juhu