ભારતી સિંહની ધરપકડ પર મહારાષ્ટ્ર મંત્રીનો પ્રશ્ન, કહ્યું આ

22 November, 2020 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ભારતી સિંહની ધરપકડ પર મહારાષ્ટ્ર મંત્રીનો પ્રશ્ન, કહ્યું આ

ભારતી સિંહની ધરપકડ પર મહારાષ્ટ્ર મંત્રીનો પ્રશ્ન, કહ્યું આ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના કથિત ઉપયોગ (Bollywood Drugs Connection)ને લઇને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ની તપાસનો વિસ્તાર વધતો જાય છે. ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક લોકો સાથે ડ્રગ્સ મામલે એનસીબી પૂછપરછ કરી રહી છે. એનસીબીએ શનિવારે કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના ઘરે અને ઑફિસમાં દરોડા પાડ્યા હતા. ભારતીના પતિ હર્ષની ધરપકડ કરી લેવામાં આવી. આ પહેલા શનિવારે ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન, મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે એનસીબી પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઇ પ્રમાણે, મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું, "એનસીબી તે લોકોની ધરપકડ કરી રહી છે, જે ડ્રગ્સનું સેવન કરે છે. તે લોકો એડિક્ટ છે, જેમને રિહેબ મોકલવામાં આવવા જોઇએ, ન કે જેલ. એનસીબીની ડ્યૂટી ડ્રગ તસ્કરોને પકડવાની છે, પણ અત્યાર સુધી તેમની (તસ્કરો) વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. શું એનસીબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી નશાના એડિક્ટેડ લોકોની ધરપકડ કરીને ડ્રગ્સ પેડલર્સને બચાવી રહી છે?"

જણાવવાનું કે એનસીબીની પૂછપરછમાં શનિવારે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ ગાંજો લેવાની વાત સ્વીકારી હતી. એનસીબીને ભારતી સિંહના ઘરમાંથી છાપેમારી દરમિયાન 86.5 ગ્રામ ગાંજો પણ મળ્યો હતો.

ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાને રવિવારે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો બન્નેની કોરોના (Covid-19) તપાસ પણ કરાવી શકે છે. ટેસ્ટ પછી તેમને કિલા કોર્ટના એનસીબી ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યા. એનસીબીની મુંબઇ શાખાના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું કે ભારતીય સિંહ અને હર્ષ વિરુદ્ધ ડ્રગ્સ સેવનના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે.

mumbai mumbai news maharashtra bharti singh