જથ્થાબંધ માસ્કનો ઓર્ડર આપનારી મહિલા સાથે 4 લાખ રૂપિયાની છેતરપિંડી

15 March, 2020 11:09 AM IST  |  Mumbai

જથ્થાબંધ માસ્કનો ઓર્ડર આપનારી મહિલા સાથે 4 લાખ રૂપિયાની છેતરપિંડી

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસના ચેપથી બચવા માટે સર્જીકલ માસ્કનો ઊપયોગ કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન, સર્જીકલ માસ્કની ડિમાન્ડ પણ માર્કેટમાં બહુ વધી છે. તેમજ માસ્કના વેચાણ અને ખરીદીના અનેક કૌભાંડ પણ થઈ રહ્યાં છે. તાજેતરમાં જ વડાલા પોલીસે માસ્કનો ઓર્ડર લેવાના બહાને એક ઉદ્યોગપતિ મહિલા સાથે 4 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર 25 વર્ષના યુવાનની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: માસ્ક-સૅનિટાઇઝરમાં ગેરરીતિ સામે કાર્યવાહીનો આદેશ અપાયો

વડાલા પોલીસે આપેલી માહિતિ મુજબ, ઉદ્યોગપતિ મહિલા કામદારો માટે યુનિફોર્મ એક્સપોર્ટનો ધંધો કરતી હતી. તેણે ગલ્ફ દેશમાંથી 1.60 લાખ માસ્કનો ઓર્ડર મળ્યો હતો અને તે માટે તેણે ઓરિસ્સાની કંપનીને 4 લાખ રૂપિયા ટ્રાન્સફર પણ કરી દીધા હતા. ઓનલાઈન સર્ચ દરમ્યાન તેને આ ઓરિસ્સાની કંપની સાથે સંપર્ક થયો હતો. ભક્તિ એન્ટરપ્રાઈઝીસ નામની કંપની કોઈ બોદલે અબરાર મુશ્તાક નામના વ્યક્તિની હતી. પરંતુ જયારે માસ્કની ડિલેવરી ન આવી ત્યારે મહિલાને તેની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને જેજે માર્ગથી 25 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે.

wadala crime branch mumbai crime branch mumbai crime news Crime News mumbai news