Indian Railways: મુંબઈ-અમદાવાદ વચ્ચે હવે ફક્ત 3 દિવસ ચાલશે આ ટ્રેન

11 January, 2022 07:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ હવે અઠવાડિયામાં 3 દિવસ  જ ચાલશે. ભારતીય રેલવેએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઈને આ  નિર્ણય લીધો છે.

ફાઈલ તસવીર

કોરોના મહામારી અસર એકવાર રેલ સેવા પર જોવા મળે છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કૉર્પોરેશન લિમિટેડ (IRCTC)એ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતા ટ્રેન સર્વિસની ફ્રિક્વેન્સીને ઘટાડવાની જાહેરાત કરી છે. રેલવેએ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસની ફ્રિક્વેન્સીને અઠવાડિયામાં 5 દિવસથી ઘટાડીને 3 દિવસ કરી દીધા છે. રેલવે પ્રમાણે બુધવારે 12 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી હવે આ ટ્રેન અઠવાડિયામાં 3 દિવસ જ ફક્ત ચાલશે.

12 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી અઠવાડિયામાં સોમવાર અને બુધવારે દિવે અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ નહીં ચલાવવામાં આવે. આઇઆરસીટીસી (IRCTC)એ કહ્યું તેજસ એક્સપ્રેસ ટ્રેન નં 82902/82901 (અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ) તેજસ એક્સપ્રેસ અઠવાડિયામાં ફક્ત 3 દિવસ ચાલશે. 12 જાન્યુઆરી 2022થી 10 ફેબ્રુઆરી 2022 સુધી ટ્રેન સોમવાર અને બુધવારે કેન્સલ રહેશે.

જો આ દરમિયાન પ્રવાસી કોરોનાવાયરસને કારણે રેલવે પ્રવાસી જો પ્રવાસ ન કરવાનો નિર્ણય લેતા ટિકિટ કેન્સલ કરે છે તે રિફન્ડનો દાવો કરી શકે છે. કોઇક પ્રવાસી Covid-19 લક્ષણોના કારણ પ્રવાસી કરવા માટે ફિટ નથી, તે રિફંડ લઈ શકે છે. પ્રવાસીને પ્રવાસની તારીખથી 10 દિવસની અંદર TDR દાખલ કરવાનું રહેશે અને પૈસા પાછા લેવાની પ્રક્રરિયા માટે IRCTCને TTE પ્રમાણ પત્ર આપવાનું રહેશે. 

હકીકતે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યામાં ભારે અછત થઈ છે. જેને કારણે રેલવેએ આ નિર્ણય લીધો છે. ગયા વર્ષે એપ્રિલ 2021માં પણ તેજસ એક્સપ્રેસ ટ્રેનને કોરોનાની બીજી લહેરને કારણે રદ કરવામાં આવી હતી.

Mumbai mumbai news ahmedabad