ભારતીય રેલવેમાં થઈ રહી છે ભરતીઓ, 10મું પાસ માટે પણ મોકો- જાણો વિગતો

09 October, 2019 02:04 PM IST  |  મુંબઈ

ભારતીય રેલવેમાં થઈ રહી છે ભરતીઓ, 10મું પાસ માટે પણ મોકો- જાણો વિગતો

ભારતીય રેલવેમાં ભરતી..

પશ્ચિમ મધ્ય રેલવે અપ્રેંટિસના પદ પર ભરતી કરી રહ્યું છે. રેલવેની તરફથી આ માટે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે પ્રમાણે 4 ઓક્ટોબરથી અપ્રેંટિસના પદ પર આવેદન પ્રક્રિયા શરૂ થઈ ગયું છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 નવેમ્બર 2019 છે. આ માટે mponline.gov.in પર જઈને આવેદન કરી શકાય છે. આ પદ પર આવેદન માટે ઉમેદવાર દસમું ધોરણ પાસ હોવું જરૂરી છે સાથે જ સંબંધિત ટ્રેડમાં ITIનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

આ તારીખો રાખો યાદ
ઑનલાઈન આવેદન કરવાની પહેલી તારીખ- 4 ઑક્ટોબર 2019

ઑનલાઈન આવેદન કરવાની છેલ્લી તારીખ - 5 નવેમ્બર 2019

આ પદ માટે છે ભરતી

સીઓપીએ- 03 જગ્યા
પિંટર - 11 જગ્યા
વેલ્ડર - 66 જગ્યા
મશીનિસ્ટ - 10 જગ્યા
ફિટર - 70 જગ્યા
કુલ - 160 જગ્યા

શૈક્ષણિત લાયકાત
સીઓપીએ - ઓછામાં ઓછા 50 ટકા સાથે દસમું કે તેની સમકક્ષ અને કોપામાં ITI

મશીનિસ્ટ - ઓછામાં ઓછા 50 ટકા અંકો સાથે 10મું કે સમકક્ષ અને મેકેનિસ્ટ ટ્રેડમાં ITI

પિંટર - ઓછામાં ઓછા 50 ટકા અંકો સાથે 10મું કે તેની સમક્ષ અને પિંટર ટ્રેડમાં ITI

વેલ્ડર - ઓછામાં ઓછું 50 ટકા અંકો સાથે દસમું કે વેલ્ડર ટ્રેડમાં ITI

ફિટર - ઓછામાં ઓછા 50 ટકા અંકો સાથે દસમું કે સમકક્ષ અને પિંટર ટ્રેડમાં ITI

આયુષ્યની સીમા
આ પદ પર આવેદન કરવા માટે ઉમેદવારની ઉંમર 15 વર્ષથી 24 વર્ષ સુધીની હોવી જોઈએ.

આવી રીતે થશે પસંદગી
ઉમેદવારોએ દસમા ધોરણમાં પ્રાપ્ત ટકા અને આયુષ્યની સરેરાશ લઈને મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે જેનાથી સિલેક્ટેડ કેન્ડિડેટના નામ સામેલ થશે.

western railway national news