મીરા-ભાઇંદરનાં અપક્ષ વિધાનસભ્ય ગીતા જૈનનું બીજેપીને સમર્થન

30 October, 2019 06:23 PM IST  |  મુંબઈ

મીરા-ભાઇંદરનાં અપક્ષ વિધાનસભ્ય ગીતા જૈનનું બીજેપીને સમર્થન

ગીતા જૈન

રાજ્યમાં 288 બેઠકમાંથી બીજેપીને 105 અને શિવસેનાને ૫૬ બેઠક મળતાં બેમાંથી કોઈ એકલા હાથે સરકાર બનાવી શકે એમ ન હોવાથી બન્ને પક્ષ વચ્ચે સરકારમાં ભાગીદારી બાબતે અત્યારે ખેંચતાણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં રાજ્યમાંથી નાના પક્ષ અને અપક્ષો મળીને ચૂંટાયેલા 29 વિધાનસભ્યનું મહત્વવધી ગયું છે.

બીજેપી અને સેના દ્વારા આવા દરેક વિધાનસભ્યને પોતાની તરફ ખેંચવાના પ્રયાસ થઈ રહ્યા છે. મીરા-ભાઈંદરમાં બળવો કરીને પોતાના સત્તાવાર ઉમેદવાર નરેન્દ્ર મહેતાને હરાવીને વિજયી થયેલાં પક્ષનાં નગરસેવિકા ગીતા જૈનને બીજેપીએ પક્ષમાં સામેલ કરવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા.

આ પણ જુઓઃ 5૦-50 ફૉર્મ્યુલાના મુદ્દે બીજેપીનો શિવસેનાને ઠેંગો

બીજેપી અને શિવસેનામાં સત્તાની સાઠમારી ચાલી રહી છે. શિવસેના 50-50 ફૉર્મ્યૂલ પર સરકાર રચવાની માંગ કરી રહી છે. જેના પર દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ‘રાજ્યમાં ક્યારેય ફિફ્ટી-ફિફ્ટીની ફૉર્મ્યુલા પર વાતચીત થઈ જ નથી. શિવસેના સાથે ક્યારેય અઢી-અઢી વર્ષના મુખ્ય પ્રધાનપદ બાબતે ચર્ચા ન થઈ હોવાથી આગામી પાંચ વર્ષ માટે હું જ રાજ્યનો મુખ્ય પ્રધાન રહીશ. અમારી પાસે ૧૦ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે જે ટૂંક સમયમાં ૧૫ સુધી પહોંચશે. ફિફ્ટી-ફિફ્ટીની ફોર્મ્યુલા માટે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે કોઈ વાત થઈ હોય તો એ તેઓ જાણે.’

mumbai bharatiya janata party shiv sena