BMC ના 37 કૉન્ટ્રૅક્ટરો પર ઇન્કમ-ટૅક્સની તવાઈ : 735cr ની ગેરરીતિ ઝડપાઈ

16 November, 2019 11:25 AM IST  |  Mumbai

BMC ના 37 કૉન્ટ્રૅક્ટરો પર ઇન્કમ-ટૅક્સની તવાઈ : 735cr ની ગેરરીતિ ઝડપાઈ

બોમ્બે મ્યુનીશિપલ કોર્પોરેશન (PC : Wikipedia)

(મિડ-ડે પ્રતિનિધિ) ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે ગુરુવારે મુંબઈમાં બીએમસીના 37 કૉન્ટ્રૅક્ટરોનાં વિવિધ સ્થળોએ ત્રાટકીને 735 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહાર ઝડપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ ગઈ કાલે પણ ચાલુ રહેતાં આ આંકડો વધી શકે છે. બીએમસીના કૉન્ટ્રૅક્ટરો મોટા પાયે ટૅક્સ-ચોરી કરતા હોવાની તેમ જ આર્થિક ગેરરીતિ આચરતા હોવાની માહિતી મળ્યા બાદ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગે મુંબઈ અને સુરતમાં 37 જગ્યાએ સર્ચ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

આ તપાસમાં બીએમસીના કૉન્ટ્રૅક્ટર અને તેમને ગેરરીતિમાં મદદરૂપ બનનાર કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ વગેરેનો સમાવેશ છે. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગ દ્વારા વિવિધ 7 સ્થળોએ તપાસ કરાઈ રહી છે. કૉન્ટ્રૅક્ટર અને તેમની કંપનીઓએ ટૅક્સ-ચોરી કરી હોવાના અને આર્થિક ગેરરીતિ આચરી હોવાના મહત્ત્વપૂર્ણ પુરાવા આવકવેરા વિભાગને હાથ લાગ્યા હોવાનું પણ કહેવાય છે. આ કાર્યવાહીમાં બે એવી કંપનીઓ વિશે પણ જાણવા મળ્યું છે જેને બીએમસીએ ૨૦૧૭માં બ્લૅકલિસ્ટ કરી હતી.

mumbai news