નવ મહિનામાં વેસ્ટર્ન રેલવેએ દંડ પેટે વસૂલ કર્યા ૬૮ કરોડ

11 January, 2022 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માસ્ક વગર પ્રવાસ કરતા પ્રવાસીઓ પાસેથી ૪૧.૦૯ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો

ફાઈલ તસવીર

વેસ્ટર્ન રેલવેમાં ગેરકાયદે મુસાફરીને રોકવા માટે નિયમિત ટિકિટ-ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ચેકિંગ-ડ્રાઇવને લીધે વેસ્ટર્ન રેલવેએ વર્ષ ૨૦૨૧ના એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ગેરકાયદે પ્રવાસીઓ પાસેથી ૬૮ કરોડ રૂપિયા અને માસ્ક વગર પ્રવાસ કરતા પ્રવાસીઓ પાસેથી ૪૧.૦૯ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. 
વેસ્ટર્ન રેલવે દ્વારા મળેલી માહિતી મુજબ એપ્રિલ ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૧ સુધી હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન, ટિકિટ વગરના અને ગેરકાયદે મુસાફરી કરનારાઓ સામે લગભગ ૧૧.૭૬ લાખ કેસ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે ૬૮ કરોડ રૂપિયાની આવક એકત્રિત કરી હતી. આ જ સમયગાળા દરમિયાન આરક્ષિત ટિકિટના ટ્રાન્સફરના ૮ કેસ મળી આવ્યા હતા અને દંડરૂપે ૧૨,૦૮૫ રૂપિયા લેવાયા હતા. આ ઉપરાંત ૪૧૩ ભિખારીઓ અને ૫૩૪ અનધિકૃત હોકર્સ પણ ઝડપાયા હતા, જેમાં ૬૦,૫૧૫ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ૩૫૯ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને ૧,૩૩,૬૭૦ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. 
ટિકિટ-ચેકિંગ સ્ટાફને માસ્ક વગરના મુસાફરો પાસેથી દંડ વસૂલવાની સત્તા આપવામાં આવી છે. પરિણામે એપ્રિલથી ડિસેમ્બર સુધી માસ્ક વગરના ૧૦,૦૦૦થી વધુ કેસમાં વેસ્ટર્ન રેલવેએ ૧૯.૭૫ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. એ જ રીતે ૨૧ એપ્રિલથી ૨૧ ડિસેમ્બર સુધી વેસ્ટર્ન રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગ પર આરપીએફ અને બીએમસી દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત તપાસમાં લગભગ ૨૧.૩૪ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 

mumbai mumbai news western railway