ઘરેલુ તકરારમાં પત્નીએ પતિને ચાકુ મારી દીધું

23 June, 2021 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પતિએ ઘરે મોડા આવીને પત્નીને રાતનું ભોજન પીરસવા જણાવ્યું હતું, જેને પગલે બંને વચ્ચે તકરાર થઈ હતી

પ્રતીકાત્મક તસવીર

થાણે જિલ્લામાં ક્ષુલ્લક ઘરેલુ તકરારને પગલે પત્નીએ ચાકુ વડે પતિ પર હુમલો કરતાં પતિને ઈજા થઈ હતી. આ ઘટના રવિવારે રાતે અંબરનાથ ટાઉનશિપમાં બની હતી. પતિએ ઘરે મોડા આવીને પત્નીને રાતનું ભોજન પીરસવા જણાવ્યું હતું, જેને પગલે બંને વચ્ચે તકરાર થઈ હતી. આથી અંદાજે ૩૦ વર્ષની પત્નીએ ચાકુ વડે પતિ પર હુમલો કર્યો હતો એમ શિવાજીનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મધુકર ભોયેએ જણાવ્યું હતું. પરિણામે ૩૦ વર્ષના યુવકને પીઠ અને ગરદનમાં ઈજા થતાં ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. આ મામલે હજી સુધી પત્નીની ધરપકડ કરાઈ નથી.

mumbai mumbai news Crime News mumbai crime news thane thane crime