આજે ગુજરાત જવાના હો તો માંડી જ વાળજો

07 September, 2021 08:27 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

...કારણ એટલું કે આજે ગુજરાત તરફના હાઇવે પર ઠેર-ઠેર રસ્તા રોકો આંદોલન થવાનું છે

નાયગાંવ પાસે હાઇવે પર ખાડાઓને કારણે થયેલો ટ્રાફિક જૅમ (તસવીર : નિમેશ દવે)

મુંબઈ-અમદાવાદ હાઇવે પર પાલઘર જિલ્લામાં ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે અને એથી ટ્રાફિક જૅમ સર્જાય છે જેને કારણે મોટરિસ્ટોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એથી આ સંદર્ભે ધ્યાન દોરવા છતાં હાઇવેનું મેઇન્ટેનન્સ કરતી આઇઆરબી કંપનીએ એનું સમારકામ ન કરી બેદરકારી દાખવી હોવાથી શ્રમજીવી સંઘટના દ્વારા ૭ સપ્ટેમ્બરે મંગળવારે પાલઘર જિલ્લામાં ઠેર-ઠેર રસ્તા રોકોનું આયોજન કરાયું છે.

શ્રમજીવી પસંઘટના દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં કહેવાયું છે કે તેઓ આઇઆરબીના વિરોધમાં વસઈ તાલુકાના સસૂન નવઘર, ચિંચોટી, શિરસાડ, પેલ્હાર, ખાનિવડે ટોલનાકા, વસઇ ફાટા, મસ્તાન નાકા, ચિલ્લર ફાટા, સોમટા અને દહાણુ તાલુકામાં દાપચરી, તલાસરી, આમગાંવ અને અચ્છાડ ખાતે એકસાથે બપોરે ૧૨ વાગ્યે લક્ષ્યવેધી રસ્તારોકો આંદોલન કરી હાઇવે જૅમ કરશે.

એથી જો ગુજરાત તરફ જવાનો વિચાર હોય તો સવારના જ સમયે નીકળી જવું અથવા પછી કલાકો સુધી અટવાવાની તૈયારી રાખવી પડશે.

mumbai mumbai news gujarat western express highway bakulesh trivedi