આ તો સાચે જ છે છોટા પૅકેટ, બડા ધમાકા

09 October, 2020 02:55 PM IST  |  Mumbai | Ruchita Shah

આ તો સાચે જ છે છોટા પૅકેટ, બડા ધમાકા

હૃદાન ગોસાલિયા

પુત્રનાં લક્ષણ પારણામાં દેખાય, પરંતુ બોરીવલીમાં રહેતા મેહુલ અને શીતલ ગોસલિયાને પોતાના પુત્રનાં લક્ષણ બૅડ્મિન્ટન કોર્ટમાં દેખાયાં. હૃદાન પાંચ વર્ષનો હતો ત્યારથી બૅડ્મિન્ટન રમે છે અને અત્યારે તેની ચપળતા અને ફ્લેક્સિબિલિટી જોઈને તેના કોચને પણ નવાઈ લાગી હતી. શીતલ કહે છે, ‘નાનપણથી તે ખૂબ ચપળ હતો અને તેના પપ્પાને બૅડ્મિન્ટન રમતા જોઈને તે પણ તેની પાછળ ભાગતો. પિતા તો માત્ર શોખથી રમતા હતા, પરંતુ હૃદાનની ગેમ જોઈને તેના કોચ મજાકમાં કહેતા હોય છે કે ભાઈ તું ટૂંક સમયમાં અમારી નોકરી છોડાવડાવીશ. અત્યારે પણ હૃદાન બાળકોને શીખવાડે છે. તેની હાઇટ-બૉડી પછી પણ તેની ફ્લેક્સિબિલિટી અને એજિલિટીને કારણે તે ગેમમાં ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે. ૧૮૦ ડિગ્રી સ્પ્લિટ્સ કરી શકે છે. અત્યારે પણ રોજ એક કલાક બૅડ્મિન્ટનના તેના ઑનલાઇન ક્લાસ ચાલે છે. અમને હતું કે લૉકડાઉનમાં તેનો ગેમ પ્રત્યેનો લગાવ ઘટી જશે એને બદલે ઑર વધી ગયો છે.’


નાની ઉંમરને કારણે તેને લગતી ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો અવસર હજી તેને મળ્યો નથી. જોકે અન્ડર નાઇનની ઇન્ટરસ્કૂલ ટુર્નામેન્ટમાં તે થર્ડ રૅન્ક પર હતો. મેહુલભાઈ પણ નાનપણથી બૅડ્મિન્ટન રમતા આવ્યા છે અને હૃદાનની મમ્મી શીતલ પણ હાઈ જમ્પમાં ઍક્ટિવ છે અને મૅરથૉન દોડે છે.

ruchita shah borivali