હાઇ કોર્ટે નવી મુંબઈની રહેવાસી સામેનો FIR રદ કરવાનો આદેશ આપ્યો

06 May, 2021 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉન દરમ્યાન બાંદરા ટર્મિનસ પર એકઠા થયેલા પરપ્રાંતીયો વિશે ટ્વીટ કરીને નવી મુંબઈની રહેવાસી મહિલાએ કંઈ ખોટું નથી કર્યું એમ જણાવીને મુંબઈ હાઈ કોર્ટે ગઈ કાલે તેની સામેનો એફઆઇઆર રદ કરવાનો આદેશ આપ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉન દરમ્યાન બાંદરા ટર્મિનસ પર એકઠા થયેલા પરપ્રાંતીયો વિશે ટ્વીટ કરીને નવી મુંબઈની રહેવાસી મહિલાએ કંઈ ખોટું નથી કર્યું એમ જણાવીને મુંબઈ હાઈ કોર્ટે ગઈ કાલે તેની સામેનો એફઆઇઆર રદ કરવાનો આદેશ આપ્યો હતો. નવી મુંબઈની સુનયના હોલેએ તેના કાઉન્સેલ ડૉક્ટર અભિનવ ચંદ્રચૂડ દ્વારા ગયા વર્ષે મુંબઈ હાઈ કોર્ટમાં મુંબઈ પોલીસ દ્વારા તેની વિરુદ્ધ કરવામાં આવેલો એફઆઇઆર રદ કરવા અપીલ કરી હતી. મુંબઈ હાઈ કોર્ટના જસ્ટિસ એસ. એસ. શિંદે અને એમ. એસ. કર્ણિકની બેન્ચ દ્વારા ગઈ કાલે જારી કરાયેલા આદેશમાં જણાવાયું હતું કે તેમના ટ્વીટમાં કોઈ ચોક્કસ સમાજનો ઉલ્લેખ કરાયો ન હોવાથી સમુદાયો વચ્ચે શત્રુતા ઊભી થતી નથી.

mumbai mumbai news maharshtra navi mumbai mumbai high court